વડોદરા : ઈટોલા ગામે મોડી રાત્રે નીકળેલા મહાકાય મગરે રેસ્ક્યૂ ટીમ પર હુમલો કર્યો
વડોદરામાં પૂરના પાણી ભલે ઓસરી ગયા હોય, પણ ચોમાસામાં મગર નીકળવાનો સિલસિલો હજી પણ યથાવત છે. વડોદરામાં ચોમાસાની સીઝનમાં મગર નદીમાંથી નીકળીને રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે. ત્યારે વડોદરા તાલુકાના ઈટોલા ગામમાં મહાકાય મગર નીકળતા લોકો ડરી ગયા હતા.
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં પૂરના પાણી ભલે ઓસરી ગયા હોય, પણ ચોમાસામાં મગર નીકળવાનો સિલસિલો હજી પણ યથાવત છે. વડોદરામાં ચોમાસાની સીઝનમાં મગર નદીમાંથી નીકળીને રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે. ત્યારે વડોદરા તાલુકાના ઈટોલા ગામમાં મહાકાય મગર નીકળતા લોકો ડરી ગયા હતા.
ગાંધીધામમાં ‘છાકો’ પાડવા ઈદના મેળામાં ફાયરીંગ કર્યાનો બીજો Video Viral
મોડી રાત્રે સાડા દસ ફૂટ મગર ગામમાં પ્રવેશ્યો
વડોદરા પાસે આવેલ ઈટોલા ગામમાં મોડી રાત્રે અચાનક મહાકાય મગર આવી ચઢતા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. ઈટોલા ગામ પાસેથી ઢાઢર નદી પસાર થાય છે. ચોમાસામાં ઢાઢર નદીનું પાણી ગામ પ્રવેશે છે, તેની સાથે મગરો પણ ગામમાં આવી ચઢે છે. મગર દેખાતા જ રેસ્ક્યૂની ટીમને કોલ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે 10.5 ફૂટ લાંબો મગર નીકળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે મગરનુ ગામમાંથી રેસ્ક્યૂ કર્યું હતું.
Photos : શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે સોમનાથની આરતીમાં રૂપાણી દંપતી જોડાયું
રેસ્ક્યૂ ટીમ પર મગરનો હુમલો
મહાકાય મગરને પકડવુ પણ રેસ્ક્યૂ ટીમ માટે બહુ જ ચેલેન્જિંગ બની રહ્યું હતું. મગરને પકડતા સમયે રેસ્ક્યૂ ટીમના સભ્ય પર મગરે હુમલાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ઈટોલા ગામમાંથી 11 ફૂટ અને 3.5 ના બે મગરો પકડાયા છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :