બુરહાન પઠાણ/આણંદ: રાજયનાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે આણંદ જિલ્લાના ઓડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે નિર્મિત હનુમાનજીની 39 ફુટ ઉંચી વિરાટ પ્રતિમાનું અનાવરણ કરી ગુજરાતના વિકાસમાં ભગવાન સ્વામિનારાયણ અને હનુમાન દાદાના આશીર્વાદ મળતા રહે તેવી શુભ ભાવના વ્યક્ત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક અઠવાડિયામાં ફરી ગુજરાત પાણીથી તરબોળ થશે! બંગાળની ખાડીમાંથી આવી રહી છે મોટી આફત


મુખ્યમંત્રીના જન્મદિને ઓડ ખાતે આજે હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે, ત્યારે રામ ભકત હનુમાનજીની આ વિરાટ પ્રતિમા આસપાસ સ્વચ્છતા જળવાઈ તેની ઉપસ્થિત સર્વેને ચિંતા કરવા ગૃહરાજયમંત્રીએ અનુરોધ કર્યો હતો.


ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: સ્કૂલોમા શિક્ષકોની ભરતી માટે હવે આ ડિગ્રી માન્ય ગણાશે


તેમજ ગૃહ રાજ્ય મંત્રીએ ગુજરાતના વિકાસમાં મુખ્યમંત્રી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહેલા કાર્યને ભગવાન સ્વામિનારાયણ અને હનુમાનજીના આશીર્વાદ મળતા રહેશે તેવી ભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. જ્યારે સ્વામી ભગવત ચરણદાસ સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.


BIG BREAKING:ગુજરાતના 22 PI અને 63 PSIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિગ