Gift City: દારૂની છૂટ મળ્યા બાદ ચર્ચામાં આવી ગઈ 10 માળની ગીફ્ટ સીટી ક્લબ, મેમ્બરશીપ માટે પડાપડી

Gift City, Gandhinagar Liquor News: ગાંધીજીના ગુજરાતમાં ગાંધીનગર પાસે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મળ્યા બાદ પ્રોપર્ટી અને ઓફિસ ખરીદવા માટે તો જાણે હોડ જામી છે. દિગ્ગજ કંપનીઓ આંતરરાષ્ટ્રીય વાતાવરણ ઉપલબ્ધ કરાવવાના વચન પર ઓફિસ ખોલી રહી છે ત્યારે આ ગિફ્ટ સિટીની ક્લબ મેમ્બરશીપ પણ હવે ચર્ચામા છે.
એક નિર્ણય અને ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીની વિશ્વ પટલ પર ખુબ ચર્ચા થઈ રહી છે. આગામી મહિને થનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પણ ગિફ્ટ સિટીને મોટી લોટરી લાગી શકે તેવા ચાન્સ છે. દારૂની પીવાની છૂટ મળ્યા બાદથી ગિફ્ટ સિટીનું નામ દરેકને મોઢે છે. દુનિયાની ઘણી દિગ્ગજ કંપનીઓ પોતાની ઓફિસ ગિફ્ટ સિટીમાં ખોલી શકે છે. હવે આ બધા વચ્ચે ગિફ્ટ સિટીની ક્લબ મેમ્બરશીપની ડિમાન્ડ ખુબ વધી ગઈ છે. ગિફ્ટ સિટીના સેવન સ્ટાર લક્ઝરી ક્લબની મેમ્બરશીપની ડિમાન્ડ વધ્યા બાદ હવે તેની ફી વધે તેવી આશા છે. ગિફ્ટ સિટીની ક્લબ હવે ભવિષ્યમાં બિઝનેસ અને મીટિંગ માટે નવું હબ બની શકે છે. તેને NILE Hospitality નામની ફર્મ મેનેજ કરે છે. આ એક હોટલ મેનેજમેન્ટ કંપની છે.
ગિફ્ટ સિટીની ક્લબમાં દારૂ પીવાની છૂટ મળ્યા બાદ ત્યાં પણ દારૂ પિરસાવવાની સુવિધા ઉમેરાવવાની આશા છે. આ ક્લબમાં સેવન સ્ટાર હોટલ જેવી તમામ સુવિધાઓ છે. શાનદાર આઉટડોર એરિયાની સાથે મીટિંગ માટે પણ આકર્ષક જગ્યા છે. એટલું જ નહીં ક્લબમાં મેમ્બરોને રહેવા માટે રૂમ અને ખાણીપીણીની વ્યવસ્થા છે. ક્લબ એક્ટિવિટીઝની સાથે ત્યાં બેન્ક્વેટ અને ડાઈનિંગની પણ સુવિધા છે. ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીની ઓફિસો ખુલ્યાની સાથે હવે દરેક તેની મેમ્બરશીપ ઈચ્છે છે. અત્યાર સુધી આ ક્લબની મેમ્બરશીપ 7 લાખ હતી. હવે તે વધી શકે છે. ક્લબ ખુરાના ગ્રુપ પાસે છે.
કઈ રીતની છે મેમ્બરશીપ?
ગિફ્ટ સિટી ક્લબ અમદાવાદથી 12 કિમી દૂર છે. ક્લબની મેમ્બરશીપ બે કેટેગરીમાં છે. 25 વર્ષની મેમ્બરશીપ રિફંડેબલ છે જ્યારે શોર્ટ ટર્મની મેમ્બરશીપ નોન રિફંડેબલ છે. બીજી મેમ્બરશીપમાં 3 ઓપ્શન છે. પહેલો એ કે વન યર ગ્રેબ એન્ડ ગો મેમ્બરશીપ અને બીજો ઓપ્શન છે કે થ્રી યર ટેપર્ડ મેમ્બરશીપ, છેલ્લો ઓપ્શન વર્ષની મેમ્બરશીપ છે. તેને 25 વર્ષની મેંબશલની પ્રીમિયર કેટેગરીમાં રાખવામાં આવી છે. આ ઉપરાંત જો કોઈ મેમ્બરશીપ લેવા માંગતુ હોય તો વ્યક્તિગત રીતે અને કોર્પોરેટ સર્વિસ સાથે ફેમિલીને ડિપેન્ડેટ સાથે મેમ્બરશીપ લઈ શકે છે.
ગિફ્ટ સિટી ક્લબની મોટી વાતો
- ત્યાં પાળતું જાનવરો લઈ જવાની મંજૂરી નથી.
- તે નોન સ્મોકિંગ ક્લબ છે, ફક્ત નિર્ધારિત જગ્યાએ સિગારેટ પીવાની મંજૂરી છે.
- ગિફ્ટ સિટી ક્લબના એક સભ્યની સાથે વધુમાં વધુ 12 મહેમાનોને આવવાની મંજૂરી છે. એક સભ્ય વધુમાં વધુ 5 રૂમ બુક કરાવી શકે છે.
- હાલ ક્લબમાં મેમ્બર સાથે મહેમાનને ફ્રી એન્ટ્રી છે.
- પ્રીમિયમ અને કોર્પોરેટ મેમ્બરશીપ 25 વર્ષ માટે છે.
- ગિફ્ટ સિટી ક્લબે અધિકૃત રીતે મેમ્બરશીપ ફીનો ખુલાસો કર્યો નથી પરંતુ અત્યાર સુધી તે ફી સાત લાખ રૂપિયા હતી.
- ગાંધીનગર રેલવે સ્ટેશનથી ક્લબ ફક્ત 17 કિમી દૂર છે.
- ક્લબનું બિલ્ડિંગ 10 માળનું છે. જેમાં બે બેઝમેન્ટ અને 1 ટેરેસ છે.
- ક્લબમાં નોનવેજ અને વેજ બંને પ્રકારના ભોજન મળે છે.
- બહારની વ્યક્તિને ફક્ત ક્લબના સભ્ય સાથે આવવાની મંજૂરી છે, આમ જ તે આવી શકતો નથી.
મેમ્બરશિપ માટે હોડ
એક રિપોર્ટ મુજબ ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરી મળ્યા બાદ આ ક્લબમાં મેમ્બરશીપ માટે હોડ લાગી ગઈ. ક્લબમાં મેમ્બરશીપ માટે હજારોની સંખ્યામાં ફોન આવી રહ્યા છે. દારૂબંધી હટ્યાના 48 કલાકની અંદર જ ગિફ્ટ સિટી ક્લબના સભ્યોની સંખ્યામાં 107 નવા જોડાઈ ગયા. માહિતી મુજબ 7.49 કરોડ રૂપિયાની તાબડતોડ કમાણી કરી લીધી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube