ગીગા ભમ્મરના બેફામ વાણીવિલાસનો વધુ એક વીડિયો : ‘મારી પાસે DSPની પણ બદલી કરાવવા આવે છે’
Giga Bhammar Controversial Statement : ગીગા ભમ્મરનો બફાટ કરતો વધુ એક વીડિયો વાયરલ થયો.....ગીગા ભમ્મરે કહ્યું કે હું રાજકારણનો રાવણ હતો.....મારી પાસે DSPની પણ બદલી કરાવવા આવે છે.....ZEE 24 કલાક વીડિયોની પૃષ્ટી કરતું નથી
Charan-Ahir caste dispute : ગીગા ભમ્મર આ નામ કોઈ જાણતુ ન હતું. પરંતુ ગત અઠવાડિયે એક નિવેદનથી આ નામ ચર્ચામાં આવ્યું. ગઢવી સમાજ અને તેમના આરાધ્ય વિશે આપત્તિજનક શબ્દો ઉચ્ચારીને ગીગા ભમ્મરના બેફામ વાણીવિલાસનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ કહી રહ્યાં છે કે, મારી પાસે DSPની પણ બદલી કરાવવા આવે છે. જોકે, ZEE 24 કલાક વીડિયોની પૃષ્ટી કરતું નથી.
આહીર સમાજના લોકો પ્રતિબંધિત કેફી કાલા પી જાય છે
ગીગા ભમ્મરનો વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. ગીગા ભમ્મરે આહીર સમાજના સમુહ લગ્નમાં જ કેટલાક બફાટ કર્યા હતા. જોકે, હવે આ કાર્યક્રમમના અન્ય વીડિયો પણ વાયરલ થઈ રહ્યાં છે, જેમાં ગીગા ભમ્મરે બેફામ વાણીવિલાસ કર્યો છે. ગીગા ભમ્મરના કહેવા પ્રમાણે, આહીર સમાજના આ 12 ગામમાં આહીર સમાજના લોકો એક મહિનામાં 1 કરોડ રૂપિયાના પ્રતિબંધિત કેફી કાલા પી જાય છે. (કાલા એ દારૂ અને અફીણની જેમ પ્રતિબંધિત છે). જો આ 12 ગામમાં મહિને 1 કરોડના પ્રતિબંધિત કાલા વેચાતા કે પીવાતા હોય તો ભાવનગર પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે. પ્રતિબંધિત હોવા છતાં શા માટે અને કોની રહેમ નજર તળે આ વિસ્તારમાં કાલા વેચાઈ રહ્યા છે એ મોટો સવાલ છે.
નવસારી રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી : કર્મચારીઓ 5 કિલોનો હથોડો ટ્રેક પર ભૂલ્યા
હું રાજકારણનો રાવણ હતો
આ સમૂહ લગ્નના ભાષણમાં ગીગા ભમ્મર એમ પણ બોલે છે કે, હું રાજકારણનો રાવણ હતો, મારી પાસે ડી.એસ.પી પણ બદલી કરાવવા આવે છે. સમૂહ લગ્નના આયોજકોને ગીગા ભમ્મરે કહ્યું હતું કે, આપણા સમાજના સુરતના દાતાઓ પાસેથી દાનમાં પૈસા ના લેવા જોઈએ. તે પૈસા દેહ વ્યાપાર અને વ્યાજના બે નંબરના પૈસા હોય છે. તેવું દાન લેવાથી સમૂહ લગ્નમાં લગ્ન થયેલી દીકરીઓને સમસ્યા સર્જાશે.
આહીર સમાજના અનેક આગેવાનોએ ગીગા ભમ્મર તરફ માફી માંગી
ગીગા ભમ્મરના વિવાદિત નિવેદનથી આહીર સમાજ અને ચારણ સમાજ સામેસામે આવી ગયા હતા. હાલ આહીર સમાજના અનેક આગેવાનોએ ગીગા ભમ્મર તરફ માફી માંગ્યા બાદ ચારણ-ગઢવી સમાજ શાંત પડ્યો છે. પરંતુ ગીગા ભમ્મરના આવા અનેક વાંધાજનક વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યા છે. 14 ફેબ્રુઆરીના રોજ ભાવનગરના તળાજા પાસે શ્રીકૃષ્ણ સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આહીર સમાજનો આઠમો સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં ગીગા ભમ્મરે આ પ્રકારના નિવેદનો આપ્યા હતા.
ગુજરાતીઓને વિદેશ જવાનો ચસ્કો : બે વર્ષમાં પાસપોર્ટ ઈશ્યુ થવામાં સીધો 80 ટકાનો વધારો
ગુજરાતીઓ ફરીથી આકાશી આફત માટે તૈયાર રહેજો, આકાશમાં ફરી મંડરાયા વાદળો
ગીગા ભમ્મરના દીકરાએ માફી માંગી
ગીગા ભમ્મર માફી માંગે તેવી ચારેતરફથી માંગ ઉઠી છે. પરંતું ગીગા ભમ્મર ટસના મસ ન થયા, પણ દીકરાએ ચારણ સમાજની માફી માંગી છે. વિવાદિત નિવેદન મામલે ગીગા ભમ્મરના દીકરા જીલુ ભમ્મરે માફી માંગી છે. તો બીજી તરફ, વિવાદિત ટિપ્પણી કરનાર ગીગા ભમ્મર માફી માંગવા તૈયાર નથી. આહીર સમાજના આગેવાનોની સમજાવટ છતાં ગીગા ભમ્મર માફી માંગવા માન્યા નથી.
ગુજરાતીઓને તો લોટરી લાગી, યુકે સરકારે ત્યાં સેટલ્ડ થવાની સોનેરી તક આપી