નવનીત દલવાડી/ભાવનગર :ગીરની કેસર કેરી (kesar mango) ના સ્વાદના શોખીન માટે માઠા સમાચાર છે. 2થી 3 વાર ખરાબ વાતાવરણના કારણે ગીરની પ્રખ્યાત કેસર કેરીને નુકસાન થયુ છે. ઠંડીના કારણે આંબાના વૃક્ષો પર હજુ સુધી ફૂલ નથી આવ્યા. જૂનાગઢ જિલ્લા સહીત ગીર વીસ્તારના આંબાના બગીચામાં જોઈએ તેટલું ફ્લાવરિંગ ન થવાથી કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે અને ભાવ પણ ઊંચા રહેશે તેવું ખેડૂતો માની રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠંડીને કારણે ફ્લાવરિંગ નહિ થયું 
ગીરની વિશ્વ વીખ્યાત કેસર કેરીને આ વર્ષે પણ ગ્રહણ લાગ્યું છે. ગત વર્ષે તોકતે વાવાઝોડાના લીધે કેસર કેરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. તેની સાથે ખુબ મોટા પ્રમાણમાં વરસાદ પડતા આંબાના બગીચાને નુકશાન જોવા મળ્યું છે. જેના લીધે આ વર્ષે પણ ખુબ ઠંડી પાડવાના લીધે આંબામાં જેટલું ફ્લાવરીંગ થવું જોઈએ તેટલું થયું નથી. જેના લીધે નહિવત કેસર કેરીની આવક થશે. ધંધુસર ગામના ખેડૂત જે પોતે આંબા ની બાગાયત ખેતી કરે છે, તેમના 6 વીઘા જમીનમાં 80 આંબાના ઝાડ આવેલા છે. ત્યારે હાલ છેલ્લા 20 દિવસ ઠંડીનો પારો સતત નીચો રહેતા ફલાવરિંગ નહિવત થયું છે. જેની સીધી અસર કેરીના ઉત્પાદન જોવા મળશે.


ભાવનગરમાં આંબા પર ફાલ જોવા મળ્યો 
તો બીજી તરફ, ભાવનગર શહેરની આંબાવાડીઓમાં ફળોના રાજા કેરીનું આગમન થયું છે. શહેરના અનેક વિસ્તારોમાં આંબાઓ પર કેરીનો ફાલ જોવા મળી રહ્યો છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારની વાડીઓમાં આંબાઓ પર હજુ માત્ર મોર જોવા મળી રહ્યો છે. હવામાનમાં થઈ રહેલા સતત ફેરફાર અને કમોસમી વરસાદના કારણે કેરીનો ફાલ ઓછો ઉતરે એવી શક્યતા છે. વારંવાર થતા કમોસમી વરસાદના કારણે આંબા પરનો ફાલ ખરી પડતો હોવાથી કેરીની આવકમાં ઘટાડો થઈ શકે છે. હાલ તો શહેરી વિસ્તારના આંબાઓ પર નાની નાની ખાખઠી જોવા મળી રહી છે.