ગીરના જંગલમાં જોવા મળ્યું અદભૂત દ્રશ્ય, દરગાહ પર સિંહણે દુઆ માંગી હોય તેવું દેખાયું
Lion Video Viral : ગીરના જંગલમાં ઇંટવાયા-ખિલાવડ રોડ પર આવેલી રહીમશાહ બાબાની દરગાહ પર સિંહણ દુઆ માંગવા આવી પહોંચી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા... વીડિયો વાયરલ થયો
Gir Somnath ગીર સોમનાથ : ગીર જંગલનો એક એક ખૂણે સાવજનું ઘર છે. ડાલામથ્થા અહી તહીં આખુ જંગલ ભટકે છે. તેવી જ રીતે ગીરગઢડા નજીક ગીર જંગલની બોર્ડર નજીક આવેલ રહિમશાહ બાબાની દરગાહ પર વન્યપ્રાણી સિંહ અવાર નવાર આવી ચઢે છે. ત્યારે ગત રાત્રિના સમયે રહિમશાહ બાબાની દરગાહએ એક સિંહણ દરગાહ પર આવી ચઢી હતી. પરંતું આ સમયે અદભૂત દ્રષ્ય જોવા મળ્યું હતું. સિંહણે દરગાહની આગળ આગળના બે પંજા ઉંચા કરીને નમન કરી શિશ ઝુકાવ્યું હતું.
ગીરના જંગલમાં ઇંટવાયા-ખિલાવડ રોડ પર આવેલી રહીમશાહ બાબાની દરગાહ પર સિંહણ દુઆ માંગવા આવી પહોંચી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સિંહણે દરગાહ પર દુઆ માંગી હોય તેો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
કાતિલ હાર્ટએટેક : આજે 4 લોકોના મોત, શાકભાજીનો વેપારી કામ કરતા કરતા ઢળી પડ્યો
નવા લૂક સાથે ખુલ્લી મૂકાશે અમદાવાદની ફેમસ પતંગ હોટલ, બુર્જ ખલીફા જેવુ જોવા મળશે