ઝી મીડિયા/બ્યૂરો :સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામા સિંહો એવી રીતે આંટાફેરા મારતા હોય, જાણે રસ્તે રખડતા કૂતરા હોય. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સિંહો (lions) રાત્રે રખડવા નીકળે તો કૂતરાઓ પણ ગલીઓમાં છૂપાઈ જાય છે. ક્યાંક સિંહનો શિકાર ન થઈ જવાય તે બીકે કૂતરાઓ પણ લપાઈ જાય છે. આવામાં એક રસપ્રદ વીડિયો સામે આવ્યો છે. અમરેલીની ગલીઓમાં એક રોચક કિસ્સો બન્યો હતો. જેમાં એક શ્વાને પોતાના ગલૂડિયાના બચવવા ડાલામથ્થાને પડકાર ફેંક્યો હતો. જેનો વીડિયો (Video) સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બગસરાની ગલીઓમાં સિંહોનું ફરવુ બહુ જ સામાન્ય વાત છે. અહી રાત્રે ગલીઓમાં સિંહોના આંટાફેરા રહેતા હોય છે. ત્યારે હાલ એક ઘટના બની હતી. લુંધીયા ગામે રાત્રિના સમયે સિંહો આવી ચઢ્યા હતા. બે સિંહોની જોડી ગામમાં આવી ચઢતા એક શ્વાન ચોંકી ગયો હતો. કારણ કે, તેની પાસે બે ગલૂડિયા હતા. શ્વાને નજીક આવી ગયેલા સિંહોને પડકાર ફેંક્યો હતો. જેથી તેના બચ્ચા ભાગવામાં સફળ રહ્યા હતા. 



આ બાદ સિંહોએ શ્વાનનો પીછો કર્યો હતો, પરંતુ ત્યા સુધી તે પણ દોડીને જીવ બચાવવા સફળ રહ્યો હતો. ગામના ફળિયામાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.