ઝી મીડિયા/બ્યૂરો :ગીર જંગલમાં દુર્ગમ સ્થળે બીરાજતા કનકાય માતા શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું સ્થળ છે. તાજેતરમા ઓસ્ટ્રેલિયાથી મોદી સરકારના પ્રયાસોથી આવેલી કનકાય માતાજીની મૂર્તિ આ મંદિરના ઈતિહાસ સાથે જોડાયેલી હોઈ આ મૂર્તિ ગીર જંગલ મધ્યે સ્થાપિત કરાય તેવી ભાવિકોએ માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમા ગીર જંગલ મધ્યે બિરાજતા માઁ કનકાઈની 1450 વર્ષ જૂની મૂર્તિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ઓસ્ટ્રેલિયાના સંગ્રહાલયમાંથી પરત લાવવામાં આવી છે. તે મૂર્તિ પુનઃ કનકેશ્વરી મંદિરમાં સ્થાપિત કરાય તેવી  મંદિર ટ્રસ્ટ દ્વારા મોદી સરકારને વિનંતી કરાઈ છે. જો કેન્દ્ર સરકાર સહમતી અને મંજૂરી આપશે તો કનકાઈ માતાજીની મૂર્તિ ફરી ગીરમાં સ્થાન શોભાવશે. માઈ ભક્તોની લાગણીને કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી મોદી સમજી અને સ્વીકારે તે મુજબનો ટ્રસ્ટ દ્વારા પત્ર પણ લખાશે અને ઓસ્ટ્રેલિયાથી લવાયેલ કનકાય માતાજીની મૂર્તિ તેમના મંદિરમા સ્થપાય તેવી સૌ ભક્તોએ માંગ કરી છે.


આ પણ વાંચો : પ્રેમી સાથે રંગરેલિયા મનાવ્યા બાદ વિદ્યાર્થીની થઈ ગર્ભવતી, હોસ્ટેલના બાથરૂમમાં બાળકને જન્મ આપી ફેંકી દીધું


કનકાય મંદિર ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્ર જાની જણાવે છે કે, ઓસ્ટ્રેલિયાથી આવેલી મૂર્તિની પ્રાચીન ઈતિહાસ સાથે કનકાય મંદિરની પણ પૌરાણિકતાના આધાર પૂરાવાઓ સાથે સામ્યતા ધરાવે છે. તો પ્રભાસ તીર્થમાં વિધર્મી હુમલાઓ સમયે આ મૂર્તિ અહીથી લૂંટી લઈ જવાઈ હોવાની પૂરી સંભાવના છે. જે મૂર્તf હાલ મોદીજીના પ્રયાસોથી ભારત પરત લવાઈ છે. તે તેમના મૂળ સ્થાને કનકાય ગીર મંદીરમા સ્થાપિત કરાય તેવી સૌ માઈ ભક્તોની માંગ છે.


આ પણ વાંચો : એક બાજુ સરકારે રખડતા પશુઓનું બિલ સ્થગિત કર્યુ, ને બીજી બાજુ ગાયે પિતા-પુત્રીને શિંગડે ભરાવીને લોહીલુહાણ કર્યાં



ઓસ્ટ્રેલિયાથી પરત લવાઈ 29 પ્રતિમા
ભારત ઓસ્ટ્રેલિયાથી ઐતિહાસિક પ્રતિમાઓ ભારત પરત લાવવા સફળ બન્યા છે. જેમાં ભગવાન શિવ, તેમના શિષ્ય, શક્તિની પૂજા, ભગવાન વિષ્ણુ અને તેમના રૂપ, જૈન પરંપરા, ચિત્ર અને સજાવટી વસ્તુઓ સામેલ છે. આ પ્રાચીન મૂર્તિઓ અલગ અલગ સમયની છે. જે 9-10 શતાબ્દી પૂર્વની છે. જે બલુઆ પત્થર, સંગેમરમર, કાસ્ય, પિત્તળ અને કાગળમાં બનાવવામા આવી છે. આ પ્રાચીન મૂર્તિઓ રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગના અને પશ્ચિમ બંગાળની છે. તેને પરત લાવ્યા બાદ તેનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું.