ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં તમામ અભ્યારણ 15મી ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત અનેક અભ્યારણ્ય ખૂલી ગયા હતા. જોકે, ગીર અભ્યારણ આજે 16 ઓક્ટોબરથી મુસાફરો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોરોનાની પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અભ્યારણ જોવા આવતા પ્રવાસીઓ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે પહેલી જિપ્સીને લીલીઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી. ગીર અભ્યારણ, દેવળીયા પાર્ક સહિતના ઉદ્યાનો શરૂ થતાં પ્રવાસન અર્થતંત્ર ફરી જીવંત થવાની આશા જાગી છે. પહેલીવાર એવું થયુ છે કે, ગીર પાર્ક સાત મહિના સુધી બંધ રાખવામાં આવ્યો છે. આ કારણે વન વિભાગ અને સરકારને પણ નુકસાની વેઠવી પડે છે. ત્યારે ગીર જંગલ ફરીથી ખુલ્લુ મૂકાતા પ્રવાસન ફરીથી ગીરમાં પહેલાની જેમ મુસાફરો જોવા મળશે.  


આ પણ વાંચો : નવરાત્રિમાં મા અંબાની આરતી વિશે ગુજરાત સરકારે કરી મોટી સ્પષ્ટતા 


ગીરની મુલાકાત માટે કેટલાક નિયમોનુ પાલન કરવામાં આવશે


  • જંગલમાંપ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

  • 10 વર્ષથી નીચેના બાળકો અને 65 વર્ષથી ઉપરના લોકોને પ્રવેશ નહીં

  • થર્મલ ગનથી ચેકિંગ, સેનિટાઇઝ બાદ જ મુસાફરોને પ્રવેશ અપાશે

  • માસ્ક પહેરવું ફરજિયાત રહેશે

  • માસ્ક ન પહેરનાર અથવા માસ્ક કાઢનાર પાસેથી દંડ વસૂલાશે



કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઇડ લાઇનનો પણ ચુસ્ત પાલન કરવાની શરતે ગુજરાતના તમામ અભ્યારણ ખોલવામાં આવશે. રાજ્યમાં આવેલા બે સફારી પાર્ક 1 ઓક્ટોબરથી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ સફારી પાર્કના અનુભવોને ધ્યાનમાં લઈને 15મી ઓક્ટોબરથી અભ્યારણ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.