ગીરસોમનાથ :ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં ખાબકી ચૂકયો છે. છેલ્લા 48 કલાકમાં સુત્રાપાડામાં 18 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. સર્વત્ર મેઘમહેર થતા ગીર સોમનાથના અનેક તાલુકાઓ પાણીમાં ગરકાવ થયા છે. આવામાં સૂત્રાપાડા તાલુકાના ખેરા ગામ નજીક આવેલો બેઠો પૂલ ભારે વરસાદથી તૂટી પડ્યો છે. આ ઘટના કેમેરામાં કેદ થઈ છે. જોકે, તેમાં કોઈ જાનહાનિ થઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદથી વિનાશ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સૂત્રાપાડાના ખેરા ગામ નજીક ભારે વરસાદના પાણીના વહેણથી અચાનક પુલ તૂટ્યો હતો. સ્થાનિક લોકોએ પોતાના નજરે આ ઘટના નિહાળી હતી. તેમજ પુલ તૂટવાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. બેઠો પુલ ભારે વરસાદને લીધે તૂટી પડ્યો હતો. તૂટી પડેલો પુલ પાણીના ધસમસતા પ્રવાહમાં વહી ગયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ નથી. 


આ પણ વાંચો : માઘવરાયજી પાણીમાં સમાયા, ગીર-સોમનાથમાં ભારે વરસાદ બાદ મંદિર પાણીમા ગરકાવ



ગીર સોમનાથના સૂત્રાપાડામાં ગુરુવારે સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઈકાલે બપોરના 4 વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. તો ખેતરો તળાવમાં ફેરવાયા છે.ઉના શહેરમાં પણ જળબંબાકરની સ્થિતિ જોવા મળી છે. ગઈકાલે ઉના શહેરમાં વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.