ભાવિન ત્રિવેદી/જૂનાગઢ :ગીર સોમનાથ જીલ્લા માં સર્વત્ર મેઘ મહેર થઇ છે અને નદી નાળા છલકાયા છે. ત્યારે સરસ્વતી નદી કિનારે બિરાજમાન માઘવરાજી મંદિર પાણીમાં ગરકાવ થયુ છે. પ્રતિવર્ષ ચર્તુમાસ દરમ્યાન ભારે વરસાદ આવે ત્યારે ભગવાન પાણીમાં બિરાજે છે. અને લોકો દૂરથી જ માધવરાય પ્રભુનો જળવિહાર નિહારે છે. આ વર્ષમાં પ્રથમ વાર મંદિર પાણીમાં ગરકાવ થયું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીર સોમનાથ જિલ્લામાં ગત રાત્રિથી ભારે વરસાદ ખાબકતા નદી નાળા અને વેકળા છલકાયા છે. ત્યારે ગીર પંથકમાં આવેલી સરસ્વતી નદીમાં પૂર આવતા અતિપ્રાચીન એવા પ્રાંચી તીર્થમાં બિરાજતા સુપ્રસિદ્ધ માધવરાય ભગાવનનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. આ કોઈ પ્રથમ વખત બનેલી ઘટના નથી. સરસ્વતી નદીના કાંઠે આવેલ માધવરાયનું મંદિર નદીના તળથી થોડું જ ઊંચું છે. ત્યારે નદીમાં ઘોડાપૂર આવતા મંદિર મા સરસ્વતી નદી  માધવરાયને સ્નાન કરાવતા હોય તેવી પ્રતિકૃતિ રચાઈ છે.


આ પણ વાંચો : 13 માળનું લક્ઝુરિયસ ક્રુઝ અલંગમાં ભાંગવા માટે આવ્યું, તસવીરોમાં ઝળકે છે જાહોજલાલી


સૂત્રાપાડાના પ્રાચી તીર્થ ખાતે બિરાજમાન માધવરાય ભગવાન 3 થી 4 ફૂટ પાણીમાં ગરકાવ થયા જોવા છે. જેના કારણે ભાવિકો હાલ ભગવાનના દર્શન નહિ કરી શકે. પાંચ હજાર વર્ષ જૂનું માધવરાય મંદિરમાં ભગવાન સરસ્વતી નદીના કાંઠે નીચે બિરાજે છે. જેના કારણે દરવર્ષ ચર્તુમાસ દરમિયાન મોટા ભાગે ભગવાન માઘવરાય પાણીમાં જ બિરાજમાન હોય છે. ત્યારે જેમ વરસાદ વધશે તેમ માધવરાયનું મંદિર વધુને વધુ પાણીમાં સમાઈ જશે. એક સમયે માત્ર માધવરાય મંદિરનું શિખર જ માત્ર દેખાશે. આમ લોકો માધવરાય મંદિરના દર્શન નહીં કરી શકે. પરંતુ શ્રીકૃષ્ણની જળમગ્ન થયાના દિવ્ય દ્રશ્યનો લ્હાવો અચૂક લઈ શકશે.


આ પણ વાંચો : ગાંધીનગરમાં કોરોના બ્લાસ્ટ, 26 વિદ્યાર્થીઓ એકસાથે કોરોનાગ્રસ્ત 


ધામરેજમાં 12 ઈંચ વરસાદથી પાણીનો ટાંકો ધરાશાયી 
ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ભારે વરસાદ બાદ જિલ્લામાં તારાજીના દ્રશ્યો ઠેરઠેર જોવા મળી રહ્યાં છે. 12 ઈંચ વરસાદ પડતા ધામરેજ ગામમાં પાણી ભરાયા છે. ધામરેજ ગામમાં પાણીનો ટાંકો પણ ધરાશાયી થયો છે. જેને પગલે વાહન વ્યવહારમાં કોઈ અગવડતા ન પડે તે માટે ગ્રામ્ય વિસ્તાર અન્ય તરફ ડાયવર્ટ કરાયો છે. ધામરેજ ગામમાં ટ્રક રોડની સાઈડમાં ફસાવાની પણ ઘટના બની હતી. ઈન્ડિયન ઓઇલનો ટ્રક ફસાતા વાહન વ્યવહારને અસર પડી હતી. સ્થાનિક લોકો ખરાબ રોડ રસ્તાઓનું રીપેરીંગ કામ શરૂ કર્યું છે.