રીંકલે કરી નાખ્યું! લૂંટેરી દુલ્હનનો આંખ ઉઘાડતો કિસ્સો, રાત રંગીન બનાવીને લૂંટેરી દુલ્હન 10 દિવસમાં ફરાર
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટફાટની ઘટનાઓ વધી રહી છે આ સાથે જ લૂંટેરી દુલ્હનના પણ અનેક કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જ એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો હાલ સામે આવ્યો છે.
રજની કૌટેચા/ગીર સોમનાથ: ગીર સોમનાથના સુત્રાપાડા પંથકના એક લગ્નોત્સૂક વ્યક્તિને યોગ્ય પાત્ર સાથે લગ્ન કરાવી આપવા બાબતે બે દલાલો સહિત ત્રણ મહિલાઓ સાથેની કૂલ છ વ્યક્તીઑની ગેંગને પોલીસે ઝડપી લીધી છે. રૂપિયા 1.30 લાખ ખંખેર્યા બાદ પણ સામે ફરિયાદ કરવાની ધમકી આપતા ફરીયાદી પોલીસના શરણે ગયો અને આખી ગેંગનો ભાંડો ફૂટ્યો છે.
સાહેબ હવે બોલો! મકાનો ગરીબોના કે ભાજપીઓના, 2 કોર્પોરેટરના પતિઓએ 20 મકાન પચાવી પાડ્યા
આ આખી ઘટનાક્રમની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામના અજયભાઈ સોલંકી કે જેમને યોગ્ય પાત્ર સાથે લગ્ન કરવાના હતા. તેમણે લગ્ન કરવા માટે નરસીહ વાજા જે સુત્રાપાડાના રહીશ છે. અને શમીબેન ઉર્ફે સીમા ખેમરાજ જોશી કે જે લગ્ન માટે દલાલીનું કામ કરતા હતા તેમનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ જૂનાગઢના દિપક નાગદેવ તેમજ રિયાઝ કરીમભાઈ મિર્ઝા રાજકોટ તેમજ કોમલ ઉર્ફે મુસ્કાન રિયાઝ જે રાજકોટના છે. કૌશરબાનૂ લગ્ન કરેલ તે મહીલા સહીત આ તમામ છ વ્યક્તિઓએ ફરિયાદી અજય સોલંકી પાસેથી લગ્ન કરાવી આપવા 1.30 લાખ લીધા હતા.
ગુજરાતમાં લાખોની જમીનના ભાવ કરોડોમાં પહોંચશે, સરકાર બદલી રહી છે નિયમો
આખી ઘટનામાં મહત્વની વાત એ છે કે અજયભાઈ સાથે લગ્ન કરનાર કૌશરબાનુ અશરફભાઈના પત્ની હતા. જે બે સંતાનોની માતા હતા. તે કૌશરબાનું ખોટા દસ્તાવેજો ઊભા કરી કૌશરબાનૂમાંથી તેમને રીંકલ અનિલભાઈ પંડ્યા નામના બોગસ આધાર કાર્ડ બનાવી અને અજયભાઈ સાથે તેમના લગ્ન કરાવ્યા હતા. લગ્ન થયા બાદ આ કૌશરબાનૂ ઉર્ફે રીંકલ 10 દિવસ સુત્રાપાડા ખાતે રહી હતી. ત્યારબાદ તે નાસી છૂટી હતી. અને ત્યારબાદ અજયને ધમકી આપવા લાગ્યા અને તમારા પર અમે કેસ કરીશું તેવું જણાવતા અજય સોલંકી પોલીસ સમક્ષ આખી ફરિયાદ આપી હતી.
ચેતી જજો! સુરતમાં એક એવી ઘટના સામે આવી જેને સાંભળીને કદાચ તમે પણ ચોંકી ઉઠશો!
આમ આ આખા લૂંટેરી દુલ્હન બનાવમાં હાલ પોલીસે ચાર આરોપી જેમાં 1-શમીમબેન અને 2-કોમલ ઉર્ફે મુસ્કાન અને 3- કૌશરબાનુ 4-રીયાઝ મીરજા ની ધરપકડ કરી છે. જ્યારે નર્સિંગ વાજા દીપક નાગદેવ સહિત બે આરોપીને હજુ ઝડપવાના બાકી છે ત્યારે લગ્ન કરવાની લાલચે હાલ આ ગેંગ પરથી જાણવા મળ્યું છે કે આ ગેંગ યુવતીઓને લગ્ન કૌભાંડમાં સામેલ કરવા માટે બીજા ધર્મના અનેક ખોટા દસ્તાવેજો ઊભા કરી અને છેતરી રહી છે. આ બનાવમાં પોલીસે કલમ 406- 420- 465- 467- 468 -471- 506/2 અને 120 બી મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં મોટી દુર્ઘટના! રાતના અંધારામાં નવી મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી, અનેક દટાયા