Gir Somnath રજની કોટેચા/ગીર : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા માટે જીવાદોરી સમાન ગણાતો શિંગોડા ડેમ આખરે તેની પૂર્ણ સપાટીએ ભરાયો છે. છેલ્લા બે દિવસથી ગીરમાં મુશળધાર વરસાદના કારણે ડેમ ભરાયો છે. અનેક ગામોને પીવા તેમજ સિંચાઇ માટે સીધો ફાયદો થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીર સોમનાથનો આ શિંગોડા ડેમ જામવાળા સ્થિત જંગલ વિસ્તારમાં આવેલો છે. ડેમની આજુબાજુનો વિસ્તાર રિઝર્વ ફોરેસ્ટ હોઈ ડેમના અધિકારી અને કર્મચારી સિવાય અન્ય કોઈને આ ડેમ પર જવા દેવામાં આવતા નથી. શિંગોડા ડેમનો સ્ત્રાવ વિસ્તાર 14 કિલોમીટરનો છે. ગીર મધ્યનાં કનકાઈનાં ડુંગર વિસ્તારમાંથી શીંગવડો નદીનું મુખ આવેલું છે. શીંગવડો નદીની કુલ લંબાઈ 82 કિલોમીટરની છે. કનકાઈ થી શરૂ થઈ ગીરનું જંગલ ચીરી જામવાળા પહોંચતી આ નદી પર 1978 માં વિશાળ ડેમ બાંધવામાં આવ્યો છે. આ ડેમને શિંગોડા ડેમ તરીકે ઓળખવામાં આવે છે. આ ડેમમાં વિપુલ માત્રામાં પાણીનો સંગ્રહ થાય છે. ખેડૂતો, સામાન્ય નાગરિકો અને વન્ય પ્રાણીઓ માટે આ ડેમ જીવાદોરી સમાન છે. આ ડેમમાં બે નદી અને ગીર જંગલમાંથી પસાર થતા 150 જેટલા નાના મોટા ઝરણાનું પાણી સંગ્રહાય છે.


જૈન મુનિ ગુણરત્નસુરી મહારાજને મળ્યા મોહન ભાગવત, એક કલાક સુધી બંનેએ ચર્ચા કરી


જોકે હાલ ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે છેલ્લા બે દિવસથી ગીર જંગલ અને ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાય વિસ્તારો 1 થી લઈ અને 3 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ત્યારે ગીર જંગલમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. જેને કારણે શિંગોડા ડેમ ઉપરવાસમાં છેલ્લા બે દિવસમાં 5 થી 6 ઇંચ વરસાદ નોંધાતા આખરે ચોમસાની વિદાય વેળાએ કોડીનાર તાલુકાના અનેક ગામોને પીવા અને સિંચાઇ માટે પાણી પૂરુ પાડતો શિંગોડા ડેમ આખરે તેની પૂર્ણ સપાટીએ ભરાયો છે, અને જેના કારણે સિંચાઇ વિભાગ સહિત કોડીનાર તાલુકાના આમ લોકો અને ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. 


અમદાવાદના 55 બ્રિજનો મેડિકલ રિપોર્ટ : કયો મજબૂત અને કયો નબળો, કરાયું પોસ્ટમોર્ટમ
 
ગીર જંગલમાં હાલ ભારે વરસાદ પડવાની કારણે જંગલમાં આવેલાં શિંગોડા ડેમની આસપાસના વિસ્તારે જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે. શિંગોડા ડેમ માંથી વહેતુ પાણી અફાટ સ્વરૂપે ગીરની ગોદમાં કિલ્લોલ કરતી શીંગવડા નદી માં વહી રહી હોય તેવું આ દ્રશ્યોમાં દર્શાઇ રહ્યું છે. અને વરસાદ બાદ ગીરની વનરાજી ખીલી ઉઠી છે. સમગ્ર ગીરની દરેક જગ્યા કણે કણ, વૃક્ષો, વનિતાઓ ખીલી ઉઠયા છે. શાંત અને નીરવ વાતાવરણમાં પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે. વૃક્ષો જાણે હસતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગીર સોળે કળાએ ખીલી રહ્યું છે. અને સમગ્ર ગીર લીલુંછમ જોવા મળી રહ્યું છે. આંખોને ઠારતા દ્રશ્યો આવી સ્મરણીય બન્યા છે.


ખલી કરતા ખતરનાક નીકળ્યા આ ગુજ્જુ દાદા, 21 મિનિટમાં 21 લાડુ ખાઈને સ્પર્ધા જીતી ગયા