સત્યમ હંસોરા/રાજકોટ : ગીર સોમનાથના સૂત્રાપાડાના પ્રાસલી ગામનો મયુર મોરી નામનો યુવક છેલ્લાં 22 દિવસથી રાજકોટથી લાપતા થયો છે. આ યુવકને હોસ્પિટલના ડોકટર સહિત 3 લોકો કારમાં માર મારતા વીડિયો સામે આવતા ચકચાર મચી ગઇ છે. હાલ પોલીસે ડો.શ્યામ રાજાણીની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. મયુર મોરી લાઈફ કેર નામની હોસ્પિટલમાં કામ કરતો હતો. 


સિંહણ સાથે ગેલ કરતા 6 બાળ સિંહનો વીડિયો જોઈ તમારો રવિવાર બની જશે, Video


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વીડિયોમાં....
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગુમ થયેલા યુવકને એક XUV કારમાં કેદ કરીને રાખવામાં આવ્યો છે. કારમાં યુવક સિવાય ત્રણ લોકો સવાર છે. જેમાં બે લોકોએ યુવકને પાછળની સીટમાં વચ્ચે બેસાડી રાખ્યો છે. આગળની સીટમાં બેસી રહેલો યુવક મારપીટનો વીડિયો ઉતારી રહ્યો છે. યુવકના હાથપગ પણ બાંધ્યા હતા અને તેને સાંકળથી માર મારવામાં આવી રહ્યો છે. વીડિયોમાં ડો.શ્યામ રાજાણી યુવકને માર મારતો દેખાય છે. વીડિયોમાં યુવક વારંવાર કહે છે કે, "મે નથીં કીધું, કોઈને કંઈ ન કીધુ.’ જેથી લાગે છે આ યુવક ડો.શ્યામ રાજાણીનું કોઈ રહસ્ય જાણતો હોય તેવું વીડિયોમાં લાગી રહ્યું છે. પોલીસે ડોક્ટરની સાથે એ એસયુવી કારને પણ જપ્ત કરી છે, જેમાં મયુર મોરીને માર મારવામાં આવ્યો હતો. મયુરને માર મારવામાં આવ્યો હતો, ત્યારે ડોક્ટરના સહકર્મી દ્વારા જ આ વીડિયો ઉતારાયો હોય અને વાઈરલ કરાયો હોય તેવું લાગે છે.


LRD પરીક્ષા પહેલા અરવલ્લીમાં બની 2 મહત્વની ઘટના, ઉમેદવારોને બસમાં લઈ જઈ રહ્યો હતો નશેડી ડ્રાઈવર


આ વીડિયો વાઈરલ થવાથી મયુર મોરીના માતાપિતા ચિંતિત થયા હતા. તેની સાથે કંઈક અધટિત ઘટના ઘટી હોય તેવી તેમને ચિંતા સતાવી રહી છે. 


ડોક્ટરે પોતાના બચાવમાં શું કહ્યું...
તો બીજી તરફ ડો.શ્યામ રાજાણીએ પોતાના બચાવમાં કહ્યું કે, આ યુવક અનેક યુવતીઓ સાથે છેડતી કરતો હતો. તેથી એને કારમાં બેસીને બે ફડાકા માર્યા હતા. આ માર મારતો વીડિયો અંદાજે બે મહિના પહેલા હોવાનું ડો.શ્યામ રાજાણીએ જણાવ્યું હતું. 


તો બીજી તરફ, ડો.શ્યામ રાજાણીની પત્ની સાથે વાત કરતા તેમણે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. તેની પત્નીએ કહ્યું હતું કે, મારા ડિવોર્સ પિટીશન ફાઈલ થઈ ગયા છે, તેથી મારે તેના વિશે કંઈ જ કહેવું નથી. તો મયુર વિશે તેણે કહ્યું કે, મયુરભાઈ મારા કોઈ કોન્ટેક્ટમાં ન હતા. મારી તેના સાથે કોઈ જ વાત થઈ ન હતી. 


ડોલરિયો ડાયરો : ગીતા રબારીની આસપાસ થઈ ગયો ડોલર-રૂપિયાનો મસમોટો ઢગલો


આ વીડિયોમાં મયુર સ્પષ્ટ કહી રહ્યો છે કે, મને મારી નાંખો, મેં કહી નથી કહ્યું. તો બીજી તરફ ડોક્ટર યુવક પર આરોપ લગાવી રહ્યો છે કે તે ખરાબ ધંધા કરતો હતો. પણ જ્યાં સુધી યુવક મયુર ન મળે ત્યાં સુધી ડોક્ટરની પૂછપરછ કરીને તેના સુધી પહોંચવાના પ્રયાસો પોલીસ દ્વારા કરાઈ રહ્યાં છે.