રજની કોટેચા/જૂનાગઢ: ગીરના સિંહોતો આમ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહ માત્રને માત્ર ગીરના જંગલોમાં જ જોવા મળે છે. સિંહને આમતો જંગલનો રાજા કહેવામાં આવે છે. અને તેની શિકાર કરવાની ટેકનિકના કારણે તેને જંગલના રાજાનું બિરુંદ આપવામાં આવ્યું છે. પણ સિંહ ઘાસ ખાય તેવી વાત આવે ત્યારે નવાઇ લાગે પણ ગીરના તુલસીશ્યામ જંગલમાં ઘાસ ખાતા સિંહનો વીડિયો વાયરલ થતા સિંહ પ્રેમીઓ સહિત વન વિભાગ પણ અચરજમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે સિંહ શિકાર કરીને જંગલમાં વસતા અન્ય પ્રાણીઓને મારીને પોતાનું પેટ ભરે છે. પરંતુ ગીરના તુલસીશ્યામ ખાતે આવેલા જંગલોમાં એક સિંહનો ઘાસ ખાતો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જે જોતા લોકોમાં હેરાનગતી જોવા મળી રહી છે. સિંહ ક્યારેય ઘાસ ખાતો નથી પણ આ વીડિયોમાં સિંહ ઘાસ ખાતો દેખાઇ રહ્યો છે.


વધુમાં વાંચો: ઝીણી ઝીણી દેખાતી આ માછલીને કારણે મલેરિયાનો મચ્છર તમારું ખૂન ચૂસી નથી શકતો



આ વીડિયો જોયા બાદ સિંહ પ્રેમીઓ અને વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર સિંહના પેટમાં જ્યારે તકલીફ હોય ત્યારે તે ઘાસ ખાય છે. ત્યારે વીડિયોમાં દેખાઇ રહેલો આ સિંહ પુખ્તવયનો છે અને માંદો દેખાઇ રહ્યો છે. તને કોઇ બિમારી હોવાથી તે સિંહ ઘાસ ખાઇ રહ્યો છે. વિશેષજ્ઞો દ્વારા માગ ઉઠાવામાં આવી છે, કે વન વિભાગ આ સિંહની યોગ્ય સારવાર કરે અને તેની માંદગીનું નિવારણ લાવે.


જુઓ LIVE TV :