જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતાં યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ, જાણો સમગ્ર વિગત
હાથબ ગામની 21 વર્ષીય પાયલબેન કરસનભાઈ બારૈયા ઝેરી દવા પી આત્મહત્યાની કોશિશ કરતા પ્રથમકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તેણે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી હતી.
નવનીત/ભાવનગરઃ રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા કેટલાંક વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ત્યારબાદ સમગ્ર દેશમાં તેના પડઘા પડ્યા હતા. પરંતુ ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતાં યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા લાગી આવતા યુવતીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાની કોશિશ કરી છે. ઘોઘા તાલુકાના હાથબ ગામની યુવતીએ ઝેરી દવા પી લેતા ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાઈ હતી.
ગુજરાતમાં જંત્રી 2 ગણી થઈ, ભૂપેન્દ્ર પટેલ સરકારનો આવતીકાલથી ડબલ કરવાનો નિર્ણય
હાથબ ગામની 21 વર્ષીય પાયલબેન કરસનભાઈ બારૈયા ઝેરી દવા પી આત્મહત્યાની કોશિશ કરતા પ્રથમકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તેણે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી હતી. જે પરીક્ષાનું પેપર લીક થઈ જતા જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા પાયલબેને દિવસ રાત મહેનત કરી હતી. પરંતુ જે પરીક્ષા આપવાની હતી તે દિવસે જ પરીક્ષા રદ્દ કરવામાં આવતા લાગી આવ્યું હતું.
ગુજરાતમાં જમીન અને મકાનોના વધી જશે ભાવ, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
માનસિક રીતે હતાશ થતાં તેમણે પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પાયલ બેનને ગંભીર હાલતે સિવિલ હોસ્પિટલના ICU માં સારવાર આપવામાં આવી રહી છે. બીજી બાજુ પોલીસે ઘટનાની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વારંવાર પેપર લીક અને પરીક્ષાઓ રદ્દ થવાથી લઈ જે પ્રમાણે તંત્ર કામ કરી રહ્યું છે તેના કારણે યુવતી ખુબ પરેશાન અને હતાશ થઈ ગઈ હતી.
જંત્રી એટલે શું? ક્યાંથી જાણવા મળે જંત્રી? દસ્તાવેજમાં કેટલું છે મહત્ત્વ?