Gujarat Elections 2022 બ્રિજેશ દોશી/ગાંધીનગર : પીએમ મોદીને બાળકો કેટલા વ્હાલા છે તે આપણે સૌ જાણીએ છીએ. ત્યારે ભાજપ માટે મત માંગતી બાળકીની કવિતા સાંભળી પીએમ મોદી ખડખડાટ હસી પડ્યા હતા. આ બાળકી હતી રાજ્ય સરકારના મંત્રી કિરિટસિંહ રાણાની ભાણીબા આધ્યા. બાળકી આધ્યાએ એટલી ચતુરતાથી પીએમ સામે કવિતા રજૂ કરી કે તેઓએ આધ્યાના વખાણ કર્યા હતા. તો બીજી તરફ, બાળકી આધ્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ માટે મત માંગતી બાળકી આધ્યાએ પીએમ મોદીએ કવિતા સંભળાવી હતી. આજે સુરેન્દ્રનગરમાં પીએમ મોદીની જનસભા હતી, જેમાં આધ્યાએ પીએમને કવિતા સંભળાવી હતી. આ બાળકીએ ભાજપને મત કેમ આપવો તે અંગે પોતાની કવિતામાં વર્ણન કર્યુ હતું. ત્યારે પીએમ મોદીએ તેની કવિતા સાંભળીને ખુશ થઈ ગયા હતા, એટલુ જ નહિ ખડખડાટ હસી પડ્યા હતા. તેમણે ખુશ થઈને આધ્યા બાને ઓટોગ્રાફ પણ આપ્યો હતો. આધ્યાબા રાજ્ય સરકારના મંત્રી કિરીટ સિંહ રાણાના ભાણીબા છે. 



આધ્યાએ આ કવિતા રજૂ કરી 
બાળકીએ આધ્યાએ વડાપ્રધાનની સામે ભાજપના ગુણગાન ગાતી કવિતા રજૂ કરી હતી. ને મળીને કહ્યું કે, 'ભાજપ... ભાજપ... ભાજપ... આજે દરેક વાતની શરૂઆત થાય છે ભાજપથી, આજે દરેક ચર્ચાનો અંત થાય છે ભાજપથી.. ભાજપને ઝૂકાવવા જાત જાતની રમતો રમાય છે, આ વિકાના પંથે ચાલતી ભાજપને કોઇ નહીં ઝૂકાવી શકે. કારણ કે, કર્ફ્યૂને ભૂતકાળ કોણ બનાવે ભાજપ, 370ની કલમ કોણ હટાવે ભાજપ, નર્મદાને નળ સુધી કોણ પહોંચાડે ભાજપ, આયોધ્યામાં રામ મંદિર કોણ બનાવે ભાજપ, સ્ટેચ્યૂ ઓફ યુનિટિની ઊંચાઇ અને પાવાગઢમાં 500 વર્ષે ધજા કોણ ફરકાવે ભાજપ, કોરોનામાં 200 કરોડ ફ્રી વેક્સિન કોણ અપાવે ભાજપ, સમગ્ર ગુજરાતનો એક જ નારો અમને તો ગમશે જ ભાજપ, ફરી આવશે જ ભાજપ...'