અમદાવાદ : નવજાત બાળકીનું સિવિલ હોસ્પિટલમાંથી અપહરણ, માતાનો ખોળો એક જ દિવસમાં સૂનો પડ્યો
અમદાવાદ (Ahmedabad) ના સોલા સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકીનું અપહરણ કરાયું છે. સરસ્વતી પાસી નામની મહિલાએ ગઈકાલે એક બાળકીને જન્મ આપ્યો હતો. સોલા સિવિલના ત્રીજા માળે આવેલ pnc વોર્ડ માંથી બાળકીનું અપહરણ (kidnapping) થયુ છે. સોલા પોલીસે અજાણ્યા શસ્ખો સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ના સોલા સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકીનું અપહરણ કરાયું છે. સરસ્વતી પાસી નામની મહિલાએ ગઈકાલે એક બાળકીને જન્મ આપ્યો હતો. સોલા સિવિલના ત્રીજા માળે આવેલ pnc વોર્ડ માંથી બાળકીનું અપહરણ (kidnapping) થયુ છે. સોલા પોલીસે અજાણ્યા શસ્ખો સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
મહિલાને બે દીકરીઓ બાદ ત્રીજી દીકરીનો જન્મ થયો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં એક દિવસની નવજાત બાળકીનું અપહરણ છે. સોલા સિવિલ હોસ્પિટલ (civil hospital) માં ગઈકાલે સરસ્વતી પાસી નામની મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. મહિલાને સંતાનમાં બે દીકરી છે, જેના બાદ ત્રીજી દીકરીનો જન્મ થયો હતો. ત્યારે બાળકીના જન્મના ગણતરીના કલાકોમાં જ તેનુ અપહરણ (child kidnapping) કરાયું છે. સોલા સિવિલના ત્રીજા માળેથી PNC વોર્ડમાંથી બાળકીનું અપહરણ કરાયું છે. અજાણ્યા શખ્સો સામે ગુનો (crime news) નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. સોલા સિવિલમાંથી અપહરણ થતા અનેક તર્કવિતર્ક ઊભા થયા છે.
મહેસાણમાં નવજાત ભૃણ મળ્યું
તો બીજી તરફ, મહેસાણામાં કોઈએ નવજાત બાળક ત્યજી દેવાનો બનાવ બન્યો છે. મહેસાણાના વડનગર નવા બસ સ્ટેન્ડ પાસે નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું છે. કોઈ સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા આ નવજાત અહીં ત્યજી દેવાયું હોવાની શંકા છે. ત્યારે આ મામલે વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.