સ્કૂલમાંથી આવતો હતો અવાજ, તાળુ તોડીને જોયું તો ચોંક્યા લોકો...
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં ચોંકાવનારી ઘટના બની હતી. આ વિસ્તાર એક શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે. એપીએસ નામની એક સ્કૂલના ક્લાસમાં બાળકી રહી ગઈ હતી.
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં ચોંકાવનારી ઘટના બની હતી. આ વિસ્તાર એક શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે. એપીએસ નામની એક સ્કૂલના ક્લાસમાં બાળકી રહી ગઈ હતી. આસપાસના રહીશોને બાળકીના રડવાનો અવાજ આવતા તેમણે બાળકીને સ્કૂલમાંથી બહાર કાઢી હતી.
[[{"fid":"185558","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"2.jpg","field_file_image_title_text[und][0][value]":"2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"2.jpg","field_file_image_title_text[und][0][value]":"2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"2.jpg","title":"2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
પ્રાપ્ત માહિતી અનુસાર, જુહાપુરાની APS શાળામાં નાની બાળકી વર્ગખંડમાં પૂરાઇ ગઇ હતી. ગભરાયેલી બાળકી રડવા લાગતા આસપાસના વિસ્તારમાંથી લોકો પહોંચી ગયા હતા. બાળકીને જોઇ સ્થાનિકોએ વર્ગખંડનો દરવાજાનું તાળુ તોડી દીધુ હતું અને બાળકીને બહાર કાઢી હતી. સ્કૂલમાં એકલી રહી ગયેલી બાળકી એટલી હેબતાઈ ગઈ હતી કે, તે ડરના માર્યે પહેલા જ કશુ જ બોલી શકી ન હતી. બાળકીની હાલત જોઇને રોષે ભરાયેલ વાલીઓ દ્વારા શાળા સંચાલકો પર બેદરકારી દાખવવાના આક્ષેપ કર્યાં છે.
મહત્વની વાત છે કે શાળા છુટી ગઇ હોય તો શાળાના પટાવાળા કે અન્ય સ્ટાફે શાળાના વર્ગખંડમાં કોઇ રહી ગયું છે કે નહી તેની તસ્દી નથી તેવો સવાલ અહી ઉભો થાય છે. સ્કૂલમાં બાળકોની સલામતી અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. સ્કૂલમાં દિનદહાડે બાળકોની હત્યાના કિસ્સાઓ છાશવારે નોંધાતા હોય છે. ત્યારે હવે બાળકોની સલામતી અંગે પ્રશ્નો ઉભા થયા છે.