અમદાવાદ: સેલ્ફીની ઘેલછામાં યુવતી સાબરમતીમાં પડી ગઇ, ફાયરની ટીમે બચાવી લીધી
સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતા યુવતીનો પગ લપસ્યો હતો અને તે નદીમાં પડી ગઇ હતી. જો કે ફાયર બ્રિગેડની ટીમે તત્કાલ પહોંચીને યુવતીને બચાવી લીધી હતી. ફાયર ટીમની સજાગતાને કારણે યુવતીનો જીવ બચી ગયો હતો. આજે બપોરે 7થી 8 યુવક અને યુવતીઓનું ગ્રુપ વલ્લભ સદન ખાતે બોટિંગ સ્ટેશન પાસે વોકવે પર ફરી રહ્યા હતા. આ ગ્રુપ પાળી પર ચડીને સેલ્ફી લેવા દરમિયાન ધરા રામી નામની એક યુવતી સેલ્ફી લેવા જતા નદીમાં પડી ગઇ હતી.
અમદાવાદ : સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતા યુવતીનો પગ લપસ્યો હતો અને તે નદીમાં પડી ગઇ હતી. જો કે ફાયર બ્રિગેડની ટીમે તત્કાલ પહોંચીને યુવતીને બચાવી લીધી હતી. ફાયર ટીમની સજાગતાને કારણે યુવતીનો જીવ બચી ગયો હતો. આજે બપોરે 7થી 8 યુવક અને યુવતીઓનું ગ્રુપ વલ્લભ સદન ખાતે બોટિંગ સ્ટેશન પાસે વોકવે પર ફરી રહ્યા હતા. આ ગ્રુપ પાળી પર ચડીને સેલ્ફી લેવા દરમિયાન ધરા રામી નામની એક યુવતી સેલ્ફી લેવા જતા નદીમાં પડી ગઇ હતી.
India vs Australia મેચ માટે રાજકોટમા સોલિડ રિસ્પોન્સ, ગણતરીના કલાકોમાં વેચાઈ ટીકિટ
જો કે નદીમાં પડી જતા સાથે રહેલા મિત્રોએ બુમાબુમ કરી હતી અને આસપાસનાં લોકોની મદદ માંગી હતી. નજીકમાં રહેલા બોટિંગ અને ફાયર સ્ટેશનનાં જવાનો દોડી આવ્યા હતા. તેઓ તાત્કાલીક ત્યાં પહોંચી ગયા હતા. યુવતીને બચાવી લેવામાં આવી હતી. હાલમાં યુવતીને સાબરમતી રિવરફ્રંટ વેસ્ટ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાઇ હતી. જ્યાં તેની પ્રાથમિક પુછપરછ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube