પ્રેમલ ત્રિવેદી/પાટણ: સિધ્ધપુર તાલુકાના વાધણા ગામમાં રહેતા ઇનાયત ખાન હુસૈન ખાન સિપાઈ પઠાણ નામના કથિત તાંત્રિક વિરુદ્ધ સિદ્ધપુર તાલુકાની એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી તંત્રનો કાન આમળતાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ…


સિદ્ધપુરના એક ગામમાં રહેતી યુવતીએ તાંત્રિક ઉપર આક્ષેપ લગાવ્યા છે કે તેના પરિવારની સ્થિતિ નબળી હોવાથી તાંત્રિક સાથે સંપર્કમાં આવ્યા બાદ તાંત્રિકે મંત્ર ધાગાના બહાને યુવતીના ઘરે તેમજ વિરમગામ અને થરા ખાતે લઈ જઈને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. કાકોશી પોલીસે યુવતીની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી ઇનાયતખાન હુસનખાન સિપાઈ (પઠાણ)ની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


જબરદસ્ત ટેક્નોલોજી, ડ્રાઈવર વગરના ટ્રેક્ટરથી ખેતરમાં થઈ રહ્યું છે વાવણીનું કામ


સિદ્ધપુર તાલુકામાં રહેતી એક યુવતી અને તેના પરિવારની પરિસ્થિતિ નબળી હોવાથી વાધણા ગામના રહેવાસી ઇનાયતખાન હુસનખાન સિપાઈ (પઠાણ) સાથે સંપર્કમાં આવ્યા હતા. તાંત્રિક અવારનવાર યુવતીના ઘરે આવતો જ હતો અને તંત્ર ધાગાના બહાને યુવતીને ભોળવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાના શરૂ કર્યું. 


ચોમાસા અંગે કેમ હવામાન વિભાગે આગાહીમાં કર્યો ફેરફાર? કેમ ખોટું પડ્યું અનુમાન


થોડા દિવસ અગાઉ તાંત્રિક યુવતીની માતાને બહાનું બતાવીને યુવતીને પોતાની સાથે મહેસાણા અને ત્યારબાદ વિરમગામ ખાતે લઈ ગયો તો જ્યાં પણ તાંત્રિકે યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. તેના બાદ યુવતીને થરા મુકામે લઈ જઈ ત્યાં પણ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. 


Pics: અંતરિક્ષમાં 6 બેડરૂમ જેટલા ઘરમાં ફસાયેલા છે સુનિતા વિલિયમ્સ! જાણો ISS વિશે


જોકે આખરી યુવતી બચીને પોતાના પરિવારજનો પાસે આવી પહોંચીને પોતાની આપવીતી જણાવતા આખરે આ મામલે કાકોશી પોલીસ મથકમાં તાંત્રિક ઇનાયત ખાન હુસૈન ખાન પઠાણ રહે. વાધણા, તા.સિધ્ધપુર, જી. પાટણ વાળા વિરુદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.