નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગરના એક તબીબને 'હની ટ્રેપ'નો શિકાર બનાવતી ટોળકીએ 'દોઢ કરોડ'ની માતબર રકમની ખંડણી માંગી બ્લેકમેઇલ કરતી એક યુવતી અને તેના સાગરીત સહિત બેની પોલીસે ધરપકડ કરી છે. જયારે આ બનાવમાં હજુ ત્રણ આરોપીઓ ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરના એક તબીબને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી કાજલ નામની એક યુવતી સાથેની દોસ્તી ભારે પડી હતી. તબીબ સોશિયલ મીડિયા માધ્યમથી યુવતીના સંપર્કમાં આવ્યા હોય જેથી યુવતીએ તબીબ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિકટતા કેળવી અને પછી મળવા હોટેલ પર બોલાવ્યો હતો.


આ પણ વાંચો:- વડોદરા પોલીસે ક્યાં ક્યાં નથી શોધ્યો આ ઠગબાજને, આખરે અહીંથી મળ્યો આ બિલ્ડર


હોટેલમાં તબીબને ઠંડા પીણામાં નશાકારક પદાર્થ ભેળવી દેતા તબીબ અર્ધ બેભાન અવસ્થામાં હોય ત્યારે કઢંગી હાલતમાં યુવતીએ તબીબ સાથે વીડિયો બનાવી અને બાદમાં યુવતી અને તેના સાગરીતો દ્વારા તબીબને વીડિયો મોકલી દોઢ કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી અને જો નહિ આપે તો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.


આ પણ વાંચો:- ગુજરાતમાં વધુ એક ડુપ્લીકેટ નોટો ઘુસાડવાનું કૌભાંડ ઝડપાયું, પોલીસે કરી 3 આરોપીની ધરપકડ


પરંતુ દોઢ કરોડ જેવી માતબર રકમ તબીબ પાસે ના હોય આખરે તબીબે ભાવનગર બોરતળાવ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે ભાવનગર પોલીસે આ બનાવને ગંભીરતાથી લઇ હનીટ્રેપની ઘટનામાં કાજલબેન રાજેશભાઇ વાછાણી રહે. નિકોલ અમદાવાદ, તથા વિજયભાઇ ભોપાભાઇ પરમાર રહે. નોંધણવદર તા. પાલીતાણા જી. ભાવનગર વાળાને ગણતરીની કલાકોમાં પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ઘરી હતી. જયારે હજુ આ ટ્રેપમાં સામેલ અન્ય ત્રણ લોકો ફરાર હોય જેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube