ચિરાગ જોશી/વડોદરા :ગુજરાતમાં યુવતીઓ હવે સલામત રહી નથી. યુવતીઓ ક્યાંય એકલી જઈ શક્તી નથી. ત્યારે વડોદરામાં આંખ ખોલતો કિસ્સો સામે આવ્યો છે. જો તમારી બહેન-દીકરો એકલી વોક પર જતી હોય તો સાવધાન રહેજો. કારણ કે તેમની સાથે પણ આવુ બની શકે છે. વડોદરામાં જરોદ હાઇવે પર રાત્રે વોક કરવા નીકળેલી યુવતી સાથે દુષ્કર્મ આચરાયુ હતું. વડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપી યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા પાસે જરોદ હાઈવે પર યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. યુવતી રાત્રિનાસ મયે વોક કરવા નીકળી હતી ત્યારે તેની સાથે આ ઘડ્યુ હતું. યુવતીએ જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, હુ રોજના સમયે રાત્રે જમીને બહાર વોક કરવા નીકળી હતી. તે સમયે ત્રણ યુવકો ત્યાં આવી ચઢ્યા હતા. યુવકો બાઈક પર હતા, મને જોઈને તેઓએ મને ટક્કર મારી હતી. જેથી હુ પડી ગઈ હતી. જેના બાદ તેઓએ મને છરો બતાવ્યો હતો, અને એક યુવકે મારી સાથે ખરાબ કૃત્ય કર્યુ હતું. 


23 વર્ષીય યુવતીના લગ્ન થયા છે, પરંતુ પતિ સાથે અણબનાવને કારણે તે પિયર આવીન રહેતી હતી. તે માતાપિતા સાથે ઘરકામ કરતી હતી. હાલોલ-વડોદરા પર આવેલ સર્વિસ રોડ પર યુવતી રોજ રાતે જમ્યા બાદ વોક કરવા નીકળતી હતી. આ સમય દરમિયાન તે બોયફ્રેન્ડ સાથે વાત કરતી હતી. ત્યારે મંગળવારે રાતે આ બનાવ બન્યો હતો. યુવકોએ યુવતીનો મોબાઈલ ફોન પણ ઝુંટવી લીધો હતો. તેના બાદ તેની રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ખેંચીને લઈ ગયા હતા અને ત્રણમાંથી એક યુવકે તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. 


તો બીજી તરફ, ઝપાઝપીની સમગ્ર ઘટનાની વાત યુવતીના મિત્ર ફોન પર સાંભળતાં જ કંઈક અજુગતું બની રહ્યાની ગંધ આવતાં તેના મિત્રને ઘટના સ્થળે દોડાવતાં યુવક યુવતીને શોધતો સર્વિસ રોડ પર આવી ચઢ્યો હતો. યુવકને યુવતીના ચીસનો અવાજ સંભળાતા તે મદદે દોડ્યો હતો અને તેણે ત્રણેય યુવકો સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન ત્રણેય યુવકો ડરના માર્યે ભાગી ગયા હતા. જેના બાદ યુવકે યુવતીના પરિવારજનોને જાણ કરી હતી. 


ત્યારે વડોદરા પોલીસે દુષ્કર્મની સાથે ચોરીની બાઈકનો ભેદ પણ ઉકેલ્યો છે. DYSP એસ બી કુંપાવતે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, યુવકો પાસેથી જપ્ત કરાયેલી બાઈક ચોરીની નીકળી હતી.