વડોદરા: કરજણમાં યુવતીને બેભાન કરીને 2 યુવકો બાઇકમાં ઉઠાવી ગયા
વડોદરાનાં કરણજમાં વધારે એક દુષ્કર્મની ઘટના બની છે. જેમાં યુવતીને બેભાન કરીને તેનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. યુવતીને બેભાન કર્યા બાદ તેને બાઇકમાં પાવીજેતપુર લઇ જવાઇ હતી. જ્યાં તેની સાથે દુષ્કર્મની ઘટના બની હતી. યુવતીને વડોદરાનાં તાંદળજા ખાતે એક દિવસ માટે ગોંધી રાખવામાં આવી હતી. જો કે આ ઘટના અંગે યુવતીનાં પરિવારને જાણ થતા કરણજ પોલીસ દ્વારા તાંદળજામાં ગોંધી રાખવામાં આવી હતી. હાલ તો ત્રણ ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કરજણ પોલીસ દ્વારા આ અંગે વધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
વડોદરા : વડોદરાનાં કરણજમાં વધારે એક દુષ્કર્મની ઘટના બની છે. જેમાં યુવતીને બેભાન કરીને તેનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. યુવતીને બેભાન કર્યા બાદ તેને બાઇકમાં પાવીજેતપુર લઇ જવાઇ હતી. જ્યાં તેની સાથે દુષ્કર્મની ઘટના બની હતી. યુવતીને વડોદરાનાં તાંદળજા ખાતે એક દિવસ માટે ગોંધી રાખવામાં આવી હતી. જો કે આ ઘટના અંગે યુવતીનાં પરિવારને જાણ થતા કરણજ પોલીસ દ્વારા તાંદળજામાં ગોંધી રાખવામાં આવી હતી. હાલ તો ત્રણ ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કરજણ પોલીસ દ્વારા આ અંગે વધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube