પોલેન્ડની લાડી અને ખડીયાનો વર! આહીર યુવાન માટે ધડક્યું પોલેન્ડની યુવતીનું દિલ, ફરશે સાત ફેરા
જૂનાગઢ નજીક આવેલા ખડિયા ગામનાં યુવક વિદેશી યુવતી સાથે લગ્નગ્રંથીથી જોડાશે. 6 માર્ચનાં લગ્ન થશે. હિન્દુ વિધિથી લગ્ન થશે. તેમજ જૂનાગઢનો પરિવાર વિદેશી યુવતીનું કન્યાદાન કરશે. લગ્નને લઇને પરિવારમાં ભારે ઉત્સાહ છે.
અશોક બારોટ/જૂનાગઢ: જિલ્લાના ખડિયા ગામે 06,માર્ચ 2024 ના રોજ પોલેન્ડની યુવતી એલેક્ઝાન્ડ્રા પાહુસ્કા આહીર યુવક અજય અખેડ સાથે લગ્નગ્રંથીથી જોડાશે.
સૌને લડવી છે લોકસભા: ભાજપે બનાવ્યા છે માપદંડ, આ વૈતરણી કરવી પડશે પાર
મળતી વિગતો મુજબ જૂનાગઢ જીલ્લાની ઉતરે આવેલા ખડિયા ગામના ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા પરબત કાનાભાઈ અખેડનો પુત્ર અજય પોલેન્ડમાં અભ્યાસ અર્થે ગયેલો અને ગડાંસ બેંકમાં નોકરી મળતા ત્યાંજ સ્થાયી થયેલો.અભ્યાસ નોકરી દરમયાન પરિચયમાં આવેલી પોલેન્ડની યુવતી એલેક્ઝાન્ડ્રા પહુસ્કા જે બોઇંગ કંપનીમાં સ્પેશીયલ ટેકનીશીયન છે એમની સાથે મૈત્રી થતાં એ મૈત્રી સમય જતા પ્રેમમાં પરિણમી અને બંને એ લગ્નગ્રંથીથી જોડાવાનું નક્કી કર્યું.
તુટતી કોંગ્રેસ અને જીતતી ભાજપ: કોંગ્રેસ ક્યા ક્યા થીંગડાં મારશે, 26 ઉમેદવારોના ફાંફા
માતા જાહીબેન અને પિતા પરબતભાઈ અખેડનો અજય એકનો એક દીકરો હોય અને અહી ભારતીય વિધિ વિધાન પ્રમાણે લગ્ન થાય એવી ઈચ્છા હોવાથી હિન્દુ લગ્નવિધિ મુજબ ગુરુદેવ બાપુની ઝુપડી પાસે ખડિયા મુકામે લગ્ન કરશે. એલેક્ઝાન્ડ્રા પાહુસ્કાના મિત્રો અને પરિવારજનો પણ પોલેન્ડથી હાજરી આપશે એલેક્ઝાન્ડ્રા પાહુસ્કાના મોટા બહેન મોનિકા અને આનના પિતા સ્ટેની સ્લાવ સાથે અહી આવી પહોચીયા છે. .જયારે એમનું કન્યાદાન ડૉ.સુભાષ મહિલા કોલેજના કર્મચારી રાયસીભાઈ સિંહાર અને એમના ધર્મપત્ની મનીષાબેન સિંહાર કરશે.
ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનવા ગુજરાત અગ્રેસર, આ બે સ્થળે બનશે પ્લાન્ટ
વિદેશી યુવતી સાથે ખડિયા ગામના યુવકના લગ્નની સહુને ઉત્સુકતા અને આનંદ છે. સ્મોલનીકી સુવાવકી પોલેન્ડ નિવાસી અ.સૌ.બોઝેના પાહુસકા તથા શ્રી સ્ટેની સ્લાવ પાહુસકીની પુત્રી ચિ.એલેક્ઝાન્ડ્રા પાહુસ્કાને પરણતી જોવી એ પણ એક લાહવો છે. આ લગ્નની તૈયારી રૂપે કન્યા દાતા રાયસીભાઈ સિંહાર અને એમના ધર્મપત્ની મનીષાબેન સિંહાર આપણા ભારતીય પહેરવેશ,આહીર પહેરવેશ,લગ્નના રીત રિવાજ પરમ્પરીત આભુષણો અને વિધિ વિધાનો વિષે માહિતી આપી રહ્યાં છે.અને તે પણ એટલીજ ઉત્સુકતા સાથે હિંદુ સાંજના રીત રીવાઓને વિગતવાર સમજવાનો પ્રયાસ કરી રહી છે.તેને હિંદુ ધર્મમાં આસ્થા છે.અને તે અહીની ભાષા શીખવાનો પણ પ્રયત્ન કરી રહી છે.
ભાવનગર બાદ ગુજરાતના આ શહેરમાં લાગુ થઈ શકે છે અશાંતધારો, પ્રોપર્ટી ખરીદતા વિચારજો
જાહીબેનને ધર્મની બહેન માનતા રાયસીભાઈ સિંહાર અને એમના ધર્મપત્ની મનીષાબેન સિંહાર છેલ્લા ૩૦ વર્ષથી પરબતભાઈ અખેડના પરિવાર સાથે જોડયેલા છે. એમના કહેવા મુજબ અમારું અહોભાગ્ય છે કે પરબત ભાઈએ અમને કન્યાદાતા બનાવ્યા. એક વિદેશી યુવતીનું કન્યાદાન અમારા જીવનની યાદગાર પળ હશે. છેલ્લા પંદર દિવસથી એલેક્ઝાન્ડ્રા પાહુસ્કા આમારી સાથે છે. જે આપણા દેશી રોટલી,રોટલાં શાકભાજી આરોગી રહી છે. એમને ભારતીય પહેરવેશ ખાસ કરીને આહીરોનો પહેવેશ અને ઓર્નામેન્ટ ખૂબ ગમે છે.