સુરત: સુરતમાં પ્રેમપ્રકરણમાં 24 વર્ષીય યુવકની હત્યા થઈ છે. પ્રેમિકાના ભાઈઓએ પ્રેમી યુવકની હત્યા કરી છે. પ્રેમિકાએ પ્રેમી મેહુલ સોલંકીને ફોન કરીને માધવ પાર્કમાં પાસે મળવા બોલાવ્યો હતો. માધવ પાર્કમાં જ પ્રેમિકાના ભાઈઓએ પ્રેમી ને માર મારી હત્યા કરી નાખી છે. વરાછા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરના વરાછા ખાતે આવેલ ગીતાનગરમાં રહેતો 24 વર્ષીય મેહુલ સોલંકી સુરતમાં જ રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. મેહુલ ના ઘર નજીકમાં જ આવેલ સોસાયટીમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતા. ગતરોજ યુવતીએ મેહુલને ફોન કરીને માધવ પાર્ક પાસે મળવા બોલાવ્યો હતો. માધવ પાર્ક પાસે બંને પ્રેમીઓ મળી રહ્યા હતા. તે દરમિયાન જ યુવતીના ભાઈઓ ત્યાં આવી પહોંચી પ્રેમી યુવક પર હુમલો કરી તેને માર માર્યો હતો. એટલું જ નહીં યુવતીના ભાઈએ બેલ્ટથી યુવકને ઢોર માર મારતા યુવકને ગંભીરી જાઓઈજાઓ પહોંચી હતી. અને તેનું મોત નીપજ્યું હતું. 


આ પણ વાંચોઃ રાજકોટમાં રૂપાલા સામે 100 ક્ષત્રિયાણી ફોર્મ ભરે તો બેલેટ પેપરથી થશે ચૂંટણી, જાણો


હત્યાનો ઘટનાને અંજામ આપી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.સમગ્ર ઘટના મામલે વરાછા પોલીસે મૃતદેને પીએમ અર્થ મોકલી આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. 2 ઘટનામાં ભોગ બનનાર મેહુલ સોલંકી મૂળ ભાવનગરનો વતની છે મેહુલ ના પિતા રાઘવ સોલંકી અને માતા વતનમાં ખેતી કામ કરે છે. જ્યારે મેહુલ સુરતમાં રત્નકલાકાર તરીકે નોકરી કરી વતનમાં રહેતા માતા પિતાને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. 


જ્યારે ચાર વર્ષ અગાઉથી જ મેહુલ ઘર પાસે જ આવેલ સોસાયટીમાં રહેતી યુવતીના પ્રેમ સંબંધમાં બંધાઈ ગયો હતો.  બંનેનો ચાર વર્ષથી પ્રેમ સંબંધ ચાલતો આવી રહ્યો હતો. જ્યારે આ વાતની જાણ યુવતીના પરિવારને થઈ જતા પ્રેમીકા યુવતીના ભાઈઓએ પ્રેમી યુવક  મેહુલને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો છે .સમગ્ર ઘટનાને લઇ મેહુલના પરિવાર શોક મગ્ન થઈ ગયા છે. પરિવારના લોકો આરોપીઓ વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.