Junagadh: ગીરનાર પર્વત પર આવેલા ગોરખનાથ મંદિર પર વીજળી પડતા શિખર ધરાશાયી થયું
ગીરનાર પર્વત પર આવેલા ગોરખનાથ મંદિર પર વીજળી પડતા શિખર ધરાશાયી થયું છે. આ દરમિયાન કોઈ જાનહાની થઈ નથી.
જૂનાગઢઃ જૂનાગઢ શહેરમાં આજે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢ શહેરની સાથે ગીરનાર પર્વત પર પણ વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે ગીરનાર પર્વત પર આવેલ ગોરખનાથ મંદિર પર વીજળી પડવાની ઘટના પણ બની છે.
ગીરનાર પર્વતના શીખર પર આવેલા ગોરખનાથ મંદિર પર વીજળી પડતા મંદિરનું શિખર અને તેની આસપાસનો અમુક ભાગ ધરાશાયી થયો હતો. આ સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વીજળી પડવાની ઘટના બની હતી. મહત્વનું છે કે વિજળી પડવાને કારણે કોઈ જાનહાનીના સમાચાર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube