NRI In Australlia : જો તમારા સંતાનો વિદેશમાં રહે છે, તમે પણ આ પ્રકારના કિસ્સાથી ચેતી જવાની જરૂર છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા દીકરાના નામે ધમકી મળતા અમદાવાદમાં રહેતા પિતાએ 5 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારે આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બન્યું હતું 
અમદાવાદના થલતેજમાં રહેતા મહેન્દ્રભાઈ પટેલનો દીકરો સ્મિત પટેલ મેલબોર્નમાં રહે છે. દોઢ મહિના પહેલા મહેન્દ્રભાઈ પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમારે તમારા દીકરા સ્મિત પાસેથી 50 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર લેવાના છે. તેના બાદ ઋષિ પટેલ અને વિશાલ દેસાઈ નામના બે શખ્સો મહેન્દ્રભાઈના ઘરે આવ્યા હતા અને તેમને ધમકી આપી હતી. 


બંનેએ મહેન્દ્રભાઈ રૂપિયા આપવાની વાત કરી હતી. તેથી મહેન્દ્રભાઈ દીકરા સ્મિતને ફોન લગાવ્યો હતો. જેના બાદ સ્મિતે કહ્યું કે, મારા મિત્ર અજયભાઈએ ઋષિ પટેલ સાથે પૈસાનો વ્યવહાર કર્યો હતો, પરંતુ તેની સાથે મારે કોઈ લેવાદેવા નથી. 


ઓક્ટોબરની ભયંકર આગાહી : પહેલી તારીખથી જ મેઘતાંડવ થશે, આજે આ જિલ્લાઓમાં આવશે વરસાદ


આમ છતાં બંને શખ્સોએ મહેન્દ્રભાઈને ધમકી આપી હતી કે, અમારા પૈસા આપી દેજો નહીં તો ઓસ્ટ્રેલિયામાં તમારા દીકરાના હાથ-પગ તોડાવી દઈશું અને મારી નાખીશું. આ ધમકીથી મહેન્દ્રભાઈ ડરી ગયા હતા. આ બાદ 24 સપ્ટેમ્બરના રોજ સ્મિતના ફોનથી વીડિયો કોલ આવ્યો હતો. જેમાં કેટલાક લોકો સ્મિતની આસપાસ લોખંડની પાઈપ, લાકડીઓ લઈને ઉભા હતા. જેઓએ વીડિયોમાં મહેન્દ્રભાઈને ધમકી આપી હતી. બીજી તરફ, સ્મિત પણ બૂમો પાડી રહ્યો હતો કે, પપ્પા મને બચાવી લો, આ લોકો મને મારી નાખશે.


આ ઘટનાથી ડરી ગયેલા મહેન્દ્રભાઈએ તાત્કાલિક 5 લાખ રૂપિયા આપી દીધા હતા. આ ઘટનાની ફરિયાદ મહેન્દ્રભાઈએ પોલીસ સ્ટેશનમાં કરી હતી. ત્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ઋષિ પટેલ, વિશાલ દેસાઈ અને ઈશ્વર દેસાઈ નામના શખ્સ સામે ફરિયાદ નોઁધાઈ છે. 


આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે