‘દેશના અર્થતંત્રમાં ખેડૂતોનું મહત્વ હોવાથી તેમના સંતાનોને અનામત આપો’
Farmer Anamat : પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઇ હિરપરા દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને ખેડૂતો અને પશુપાલકોના સંતાનોને યુનિવર્સિટીમાં અનામત આપવા કરી રજૂઆત
Farmer Anamat બ્રિજેશ દોશી/ગાંધીનગર : ભાજપ કિસાન મોરચાના મહામંત્રીએ રાજ્ય સરકાર પાસે ખેડૂતોના સંતાનો માટે અનામતની માંગ કરી છે. તેઓએ એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં ખેડૂત સંતાનો માટે અનામત માટે માંગ કરી છે. તેઓએ પત્ર લખી યુનિવર્સિટીમાં 70 ટકા બેઠક અનામત રાખવા સૂચવ્યું છે. સાથે જ વેટરિનરી અભ્યાસક્રમમાં પશુપાલકોના સંતાનો માટે અનામતની માંગ કરી છે. આમ, તેઓએ ખેડૂતો અને પશુપાલકોના સંતાનોને પરંપરાગત વ્યવસાય સાથે જોડી રાખવા માંગ કરી છે.
પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઇ હિરપરા દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલને આ રજૂઆત કરી છે. જેમાં જણાવ્યુ છે કે, દેશના અર્થતંત્રમાં ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો એટલે કે ખેતી અને ડેરી વ્યવસાયનું મહત્વનું યોગદાન રહેલું છે. તેથી રાજ્યમાં 60 ટકાથી વધારે સંખ્યા આજે પણ ખેતી સાથે જોડાયેલી છે. ખેડૂતોના સંતાનો ખેતી સાથે જોડી રાખવા રાજ્યના ખેડૂતોના સંતાનો માટે એગ્રીકલ્ચરના ડિપ્લોમા અને ડિગ્રીના અભ્યાસક્રમોમા 70 ટકા સીટ અનામત રાખવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ રજૂઆત કરી છે.
આ પણ વાંચો :
અરવલ્લીના ખેડૂતનો દેશી જુગાડ કામ કરી ગયો, જાતે બનાવી સેલિબ્રિટી જેવી કેમ્પર વેન
દૂધસાગર ડેરીનું મોટું એલાન, હવે ખેડૂત પોતાનો પાક ઘર બેઠા જ વેચી શકશે
હાલ રાજ્યમાં એગ્રીકલ્ચરના વિવિધ અભ્યાસક્રમોમાં લગભગ 40 હજાર જેટલી સીટ છે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીમા આ સીટોમાં વધારો કરવાની માંગણી હિરપરા દ્વારા કરાઈ છે.
તો રાજ્યમાં પશુપાલન વ્યવસાય પણ ખૂબ મોટો છે. ખેતી સાથે જોડાયેલ પશુપાલન વ્યવસાય સાથે પરિવારોના સંતાનો રાજ્યમા વેટરનરી અભ્યાસક્રમોમાં અંદાજે ડિપ્લોમા અને ડિગ્રી જેવા 1300 જેવી સીટ છે. આ સીટોમા વધારો કરવા માટે અરજી કરાઈ.
આ પણ વાંચો :
શું કોંગ્રેસમાં જગદીશ ઠાકોરની હકાલપટ્ટી થશે? આ પાટીદાર નેતાના નામનો ગણગણાટ શરૂ
કાશ્મીર જેવી ઠંડી હવા આપશે આ પંખો, આનો લઈ આવો તો એસીનો ખર્ચ બચી જશે