જૂનાગઢ: ભારતમાં દર વર્ષે ચક્રવાત સર્જાવાની ઘટના છાશવારે સામે આવતી રહે છે. છેલ્લા ઘણા વર્ષ દરમિયાન સામાન્યથી પ્રચંડ વાવાઝોડા પ ભારતના દરિયા કિનારે આવતા રહ્યા છે અને કેટલાક ફંટાઇ પણ ગયા છે. બંગાળની ખાડીથી લઇને અરબી સમુદ્ર સુધી અવાર નવાર તીવ્ર ચક્રવાતી વાવાઝોડા ફૂંકાવાની ઘટના પ્રકાશમાં આવતી રહેતી હોય છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તૌકતે આગામી 24 કલાકમાં વધારે તીવ્ર અને પ્રચંડ બનીને ગુજરાતનાં દરિયા કિનારે ટકરાશે. આ વાવાઝોડુ ગુજરાતના ભાવનગરથી પોરબંદરનાં કિનારે મહુવા નજીક ત્રાકટે કેવી સંભાવના છે. આ વાવાઝોડામાં 150થી 160 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાટ તેવી શક્યતા છે. તૌકતેના કારણે 12 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડુ ફૂંકાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. 


દીવ, ભરૂચ, આણંદ, અમરેલી, વલસાડ, સુરત, અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનો પ્રભાવ જોવા મળી શકે છે. ચોમાસાના પૂર્વ ગાળામાં અરબી સમુદ્રમાં સતત ચાર વર્ષથી વાવાઝોડુ ફૂંકાય છે. 2018 પછી જેટલા પણ વાવાઝોડા આવ્યા તે ગંભીર ચક્રવાત અથવા ોત તેનાથી વધારે પ્રચંડ અને વિનાશક જ રહ્યા છે. તૌકતે પણ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મોટી ખાનાખરાબી સર્જી શકે છે. 


કઇ રીતે સર્જાય છે વાવાઝોડુ?
કોઇ પણ ઉષ્ણકટિબંધીય વાવાઝોડાને જીવંત રાખવા માટે ઉર્જાની જરૂર હોય છે. આ ઉર્જા સામાન્ય રીતે સમુદ્રની સપાટીમાં ગરમ થઇ ગયેલું પાણીની બાષ્પ દ્વારા થાય છે. હાલ ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રની સપાટીમાં 50 મીટર સુધીનું પાણી ગરમ થઇ જાય છે. જે ચક્રવાતને ઉર્જા પુરી પાડે છે. આ ચક્રવાત જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ નવી ઉર્જા મળતી રહે અને તે ખુબ જ શક્તિશાળી બનતું જાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube