ઝી બ્યુરો/ગાંધીનગર: મેડિકલ શિક્ષણમાં ગુજરાત સરકારે ફી વધારો ઝીંક્યા બાદ તેનો આકરો વિરોધ થઈ રહ્યો હતો. છેવટે સરકારે વિદ્યાર્થીઓની જીદ સામે ઝૂકવું પડ્યું છે અને GMERS મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. આજે મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં GMERS કોલેજની ફી માં ઘટાડો કરાયો છે. ગવર્નમેન્ટ ક્વોટોમાં 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં 12 લાખ ફી રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GMERS મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યા બાદ ગવર્નમેન્ટ ક્વોટામાં જાહેર કરેલી 5.50 લાખ ફીને બદલે હવે 3.75 લાખ નક્કી કરી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટોમાં જાહેર કરેલી 17 લાખ ફીને બદલે હવે 12 લાખ ફી રહેશે. આ સાથે જ ગવર્નમેન્ટ ક્વોટોમાં 1.75 લાખનો અને મેનેજમેન્ટ ક્વોટામાં 5 લાખનો ઘટાડો કર્યો છે.



  • અગાઉ ફીમાં કેટલો કરાયો હતો વધારો?

  • ફી વધારો સામાન્ય નહીં પણ 87 ટકા સુધીનો તોતિંગ ફી વધારો કરાયો હતો. 

  • સરકારી કોટામાં ફી 3.40 લાખથી વધારીને 5.5 લાખ કરાઈ હતી

  • મેનેજમેન્ટ કોટામાં ફી 9.07 લાખથી વધારીને 17 લાખ કરાઈ હતી

  • NRI કોટામાં 9.07 લાખથી વધારીને 17 લાખ ફી કરવામાં આવી હતી


શિક્ષણ દરેક નાગરિકનો હક્ક છે. પરંતુ જો સરકાર જ પ્રાઈવેટ કે ખાનગી કોલોજોની માફક ફીમાં તોતિંગ વધારો કરશે તો વિદ્યાર્થીઓ ભણશે કેવી રીતે?...સરકારી કોટામાં હોશિયાર અને ગરીબ ઘરના વિદ્યાર્થીઓ આવતા હોય છે. જે ધનાઢ્ય છે તેઓ તો ખાનગી કોલેજમાં એડમિશન લઈને તોતિંગ ફી ભરી શકે છે. પરંતુ જે ગરીબ મા-બાપના સંતાનો હોય તેઓ આટલી ફી ક્યાંથી ભરી શકે? સરકારે શિક્ષણને સસ્તુ કરવું જ પડશે.


સરકારી ક્વોટાની સીટો પર 2.10 લાખનો વધારો કર્યો હતો
13 મેડિકલ કોલેજમાં સરકારી ક્વોટાની 75 ટકા એટલે કે 1500 સીટ પર 3.40 લાખથી વધારી 5.50 લાખ ફી જાહેર કરાઈ હતી. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની વાર્ષિક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી. તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષિક ફી 22 હજાર યુ.એસ. ડોલરથી વધારી 25 હજાર ડોલર તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો હતો.