જીમમાં જવાનું કહીને જુગાર રમતી હતી વહુ, 12 લાખ દેવું થતા એવું કર્યું કે...
સહકાર મેઇન રોડ પરના ન્યૂ મેઘાણીનગરમાં રહેતા અને કરિયાણાનો વેપાર કરતા વેપારી સાથે તેની જ પત્નિએ છેતરપીંડી કરી હોવાની ઘટના સામે આવી છે. જુગાર રમવાની લતમાં રૂપિયા હારી જતા માહિલાએ દાગીના ગીરવે મૂકી પિયર જતી રહી હતી જેની સામે તેના જ પતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રક્ષીત પંડ્યા/ રાજકોટ: સહકાર મેઇન રોડ પરના ન્યૂ મેઘાણીનગરમાં રહેતા અને કરિયાણાનો વેપાર કરતા વેપારી સાથે તેની જ પત્નિએ છેતરપીંડી કરી હોવાની ઘટના સામે આવી છે. જુગાર રમવાની લતમાં રૂપિયા હારી જતા માહિલાએ દાગીના ગીરવે મૂકી પિયર જતી રહી હતી જેની સામે તેના જ પતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉમાશંકર જોશીના જન્મ સ્થળે મોરારી બાપુની કથાનું આયોજન
રાજકોટ પોલીસ ગિરફતમાં રહેલ આ મહિલા જેનું નામ છે એકતા ભીમાણી. આ મહિલા પર આરોપ છે તેના જ પતિ સાથે છેતરપીંડી કરવાનો. એકતાના લગ્ન 3 વર્ષ પહેલા અંકિત નામના કરીયાણાના વેપારી સાથે થયા હતા. નવરાત્રીના આઠમા નોરતે તેની પત્ની એકતા કોઇને કહ્યા વગર દાગીના ગીરવે મૂકીને લોન લઇ પોતાના પિયર જતી રહી હતી. બે દિવસ પૂર્વે રૂપિયાની ઉઘરાણી માટે કેટલાક લોકો અંકિતના ઘરે આવતા સમગ્ર ઘટનાની જાણ થઇ હતી જેને લઇ અંકિત દ્વારા શહેરના ભક્તિનગર પોલીસ મથકમાં તેની પત્નિ વિરુધ્ધ છેતરપીંડી ની ફરિયાદ નોંધાવી હતી.
કરોડોમાં એક વ્યક્તિને થતા રોગથી પીડાઇ રહ્યું છે બાળક, પરિવારે કરી મદદની અપીલ
એકતા જુગારમાં રૂપિયા 12 લાખ હારી ગઇ હતી. જે રકમની ઉઘરાણી કરવા અલ્કાબેન અંકિતના ઘરે પહોંચ્યા હતા. જો કે આ અંગે અંકિત કશું જાણતો ન હતો માટે ઉઘરાણી અમદાવાદ તેના પિયર જઇને કરવાનું કહેતા અલકાબેન ત્યાંથી ચાલ્યા ગયા હતા. બાદમાં પત્ની એકતા જુગાર રમતી હોવાનો ભાંડો ફૂટતા શંકા ઉપજી હતી અને અંકિતની માતાએ કબાટની તિજોરી ચેક કરતાં તેમાંથી સોનાનો હાર, કાનની બૂટી, સોનાની લક્કી, વિંટી સહિત કુલ રૂપિયા 5.60 લાખની કિંમતના 11 નંગ સોનાના દાગીના ગાયબ હતા. એકતા જ દાગીના ચોરી ગયાનું સ્પષ્ટ થતાં તેને ફોન કરી આ અંગે પૂછતાં એકતાએ કહ્યું હતું કે, જુગારમાં રકમ હારી જતાં દેણું ચૂકવવા ફાઇનાન્સ પેઢીમાં દાગીના ગીરવે મૂકી તેના પર લોન લીધી હતી.
અમદાવાદની સીટી સિવિલ સેશન્સ કોર્ટનાં 8માં માળેથી છલાંગ લગાવી ક્લાર્કની આત્મહત્યા
એકતા દરરોજ સવારે 11 વાગ્યે જીમમાં કસરત કરવા જવાનું કહીને ઘરેથી નીકળતી હતી. બપોરે 1.30 વાગ્યે ઘરે આવતી હતી, તે જુગાર રમતી હોવાની કોઇ જાણ નહોતી. અલ્કાબેન નકમની મહિલા ઘરે આવ્યા બાદ આ અંગેનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારે સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે ફરિયાદ પરથી એકતા સામે છેતરપિંડી વિશ્વાસઘાત હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે પરંતુ અહીંયા એ વાત તો સાબિત થાય છે કે પોલીસ ની મીઠી નજર હેઠળ રાજકોટમાં જુગાર કલબ ચાલી રહી છે અને તે પણ મહિલાઓ દ્વારા જુગાર કલબ ચલાવવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube