અતુલ તિવારી/અમદાવાદ :ગોધરાકાંડના આરોપી આરોપી યાકુબ પાતલિયાને આજીવન કેદની સજા કરાઈ છે. SIT કોર્ટે યાકુબ પાતલિયાને આ સજા સંભળાવી છે. યાકુબ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ સળગાવવાનો આરોપી છે. અગાઉ 31 આરોપીને આજીવન કેદની સજા કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2002માં ગોધરાકાંડના મામલામાં 
આરોપી યાકુબ પાતલિયાને સીટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. યાકુબને 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસમાં 59 કાર સેવકોને સળગાવના કેસમાં હત્યાનો પ્રયાસ અને કાવતરૂ ઘડવાના ગુનામાં સજા કરાઈ છે. આરોપીઓએ ટ્રેનના S6 કોચમાં આગ લગાવી હતી. ગોધરા પોલીસે 16 વર્ષ બાદ નાસતા ફરતા આરોપીને ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાંથી ઝડપ્યો હતો. હાલ તેની ઉંમર 62 વર્ષ છે. 


ઉલ્લેખનીય છે કે, અગાઉ ગોધરાકાંડમાં 31 આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. હવે સજા થયેલ કુલ આરોપીની સંખ્યા 32 એ પહોંચી છે.