જયેન્દ્ર ભોઇ/ગોધરા: ગોધરાના ગોવિંદી ગામમાં પત્નીએ પતિ પર કેરોસીન છાંટી આગ ચાંપી હોવાનો બનાવ બનતા વિસ્તારમાં ચકચાર મચી હતી. પતિએ પત્નીને દારૂ પિવાની ના પાડતા ઉશ્કેરાયેલી પત્નીએ પતિને કેરોસીન છાંટીને આગ ચાંપી હતી. આગ ચાપ્યા બાદ પત્ની ફરાર થઇ ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, પત્ની દ્વારા ગુસ્સામાં આવીને પતિને કેરોસીન છાંટીને આગ ચાંપી દેતા નજીકમાં ઉભેલો સાત વર્ષનો પુત્ર પણ દાઝી ગયો હતો. સ્થાનિકો દ્વારા 108ની ટીમને ફોન કરી જાણ કરવામાં આવી હતી. અને તેમને ગોધરા સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર કરતા તબીબે જાણકારી આપી હતી, કે પતિના શરીરનો મોટા ભાગનો હિસ્સો બળી ગયો છે.


સુરત: પતિનો ધંધો બંધ કરવાની ધમકી આપી પત્ની પર કર્યો બળાત્કાર


મહત્વનું છે, કે સમાન્ય રીતે પતિ પત્નીના ઝઘડામાં પતિ દ્વારા પત્ની પર આત્યાચાર ગુજારવામાં આવે છે. ત્યારે આ કિસ્સામાં પત્નીએ પતિ પર અત્યાચાર ગુજારી પતિને જાનથી મારી નાથવાની કોશીશ કરી હતી. સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોધીને પત્નીને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી છે.