ગોધરા: 500-1000 ના દરની કરોડોની જૂની ચલણી નોટો મળી આવતા ચકચાર
બંધ મકાનમાંથી કરોડોની જૂની નોટો ઝડપાતા ચકચાર મચી જવા પામ્યું છે. ગોધરા બી ડિવિઝન અને એસઓજી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ગોધરાની મહોમ્મદી સોસાયટીના બંધ મકાનમાંથી મોટા પ્રમાણમાં જૂની ચલણી નોટો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
ગોધરા: બંધ મકાનમાંથી કરોડોની જૂની નોટો ઝડપાતા ચકચાર મચી જવા પામ્યું છે. ગોધરા બી ડિવિઝન અને એસઓજી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ગોધરાની મહોમ્મદી સોસાયટીના બંધ મકાનમાંથી મોટા પ્રમાણમાં જૂની ચલણી નોટો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
મેડિકલનાં વિદ્યાર્થી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવશે તો થશે મોટો ફાયદો, સરકારે કરી જાહેરાત
સોસાયટીમાંથી પકડાયેલી નોટો કરોડો રૂપિયાની હોવાનું પ્રાથમિક અનુમાન છે. જૂની ચલણી નોટો એટલા મોટા પ્રમાણમાં હતી કે ગણવા બેન્કમાંથી પોલીસે કાઉન્ટીંગ મશીનો મંગાવવામાં આવ્યા હતા. 500 અને રૂ.1000 ના દરની જૂની ચલણી નોટો હોવાની શકયતા સેવવામાં આવી રહી છે.
રાજકોટ પોલીસનો અનોખો અભિગમ, ઓનલાઇન ફરિયાદ, વીડિયો કોલથી પુછપરછ
જો કે નોટો આટલા મોટા પ્રમાણમાં આ મકાનમાં ક્યાંથી આવી. કોનું મકાન છે અને નોટો ક્યાંથી આવી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ પોલીસે વધુ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. જો કે અધિકારીઓ હાલ આ અંગે કાંઇ પણ બોલવા તૈયાર નથી. ચલણી નોટો અંગે સમગ્ર પોલીસ તંત્ર મૌન સેવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube