પંચમહાલઃ ગોધરા 2002 સાબરમતી ટ્રેન કાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકને ગોધરા સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ગોધરા એસઓપી પોલીસે ભટુકની 14 ફેબ્રુઆરી 2021ના ધરપકડ કરી હતી. તે પોલીસથી બચવા માટે દિલ્હીમાં મજૂરી કામ કરીને રહેતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલ ભરી આપવાનો હતો આરોપ
ગોધરામાં 2002માં ટ્રેન સળગાવી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા. રફીલ હુસેન ભટુકે ટ્રેન સળગાવવા માટે પેટ્રોલ ભરી આપ્યું હતું. તે આ ઘટના પછી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ દિલ્હીમાં રહેતો હતો. પરંતુ પાછલા વર્ષે તેની ધરપકડ કરવામાં આવી હતી. રેલવે પોલીસની ફરિયાદમાં ભટુકને કોર ગ્રુપનો મુખ્ય આરોપી દર્શાવાયો હતો. 


આ પણ વાંચોઃ વિશ્વાસ પ્રોજેક્ટઃ રાજ્યભરમાં 7 હજાર સીસીટીવી સ્થાપિત, અત્યાર સુધી 6200થી વધુ ગુનાઓ ઉકેલાયા


નોંધનીય છે કે હુસેન ભટુક હાલ ગોધરામાં સિગ્નલ ફળિયામાં ઇમરાન મસ્જિદની પાસે ઘરે આવીને છુપાયો હોવાની માહિતી એસઓજીને મળી હતી. ત્યારબાદ એસઓજી અને બિ ડિવિઝન પોલીસના સંયુક્ત ઓપરેશનમાં તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. ગોધરા ટ્રેન હત્યાકાંડમાં આરોપી 51 વર્ષીય રફીક હુસેન ભટુક પાસેથી મોબાઇલ ફોન અને ચૂંટણી કાર્ડ પણ મળી આવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube