ડાંગ : ચોમાસાની સિઝનમાં સેંકડો લોકો ડાંગ ફરવા માટે જતા હોય છે. લીલોછમ જિલ્લાનો આ એક ટુકડો કુદરતી સુંદરતાભી ભરપુર ચોમાસામાં અનેક લોકોનું ફરવા માટેનું મનપસંદ સ્થળ છે. જો કે અધિક કલેક્ટરે આ જિલ્લામાં અકસ્માત નિવારવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. અધિક કલેક્ટરે અકસ્માત નિવારવા માટે જિલ્લાનાં તળાવો, નદીઓ અને ધોધ પર ચોમાસા દરમિયાન સેલ્ફી પર પ્રતિબંધ લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકસ્માતની ઘટનાઓ નિવારવા માટે તળાવ, નદી અને નાના મોટા ધોધ પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુકાયો છે. સાપુતારા સહિત ડાંગ જિલ્લામાં તમામ ફરવા લાયક સ્થળોએ સેલ્ફી લેનારા વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થશે. આ મહત્વનો નિર્ણય ચોમાસા દરમિયાન થતા અકસ્માતો નિવારવા લોકોની સલામતીને ધ્યાને રાખીને લેવાયો છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં બુધવારે પણ વરસાદી માહોલ યથાવત્ત છે. વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. આહ્વા-સાપુતારા માર્ગનો શિવઘાટ ધોધ પણ સક્રિય થયો છે. ચોમાસા દરમિયાન સાપુતારા ગુજરાતીઓનું ફરવા માટેનું સૌથી મનપસંદ ડેસ્ટિનેશન છે. અહીં કુદરત સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube