* 1500 રૂપિયા પ્રતિ વ્યક્તિ સી પ્લેન દ્વારા સ્ટેચ્યુઓફ યુનિટી જવા માટે
* એક દિવસમાં તમામ સ્થળો ફરી શકાય નહી તે માટે જો રાત્રી રોકાણ કરો તો ટેન્ટનું ભાડુ 5500 રૂપિયા
* જો બસ દ્વારા તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઓ છો તો અલગ અલગ ભાડા રખાયા છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃતાર્થ જોશી/ અમદાવાદ : વિશ્વની સર્વોચ્ચ સરદાર પટેલની પ્રતિમા કેવડિયા કોલોનીને હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવી રહી છે. જેના અંતર્ગત અલગ અલગ પ્રોજેક્ટ્સ અને આકર્ષણો શરૂ કરવામાં આવ્યા છે. જેના અનુસાર કુલ 21 પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યા છે. જે પૈકી 17 પ્રોજેક્ટ આજે વડાપ્રધાન મોદી દ્વારા ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેમાં સી પ્લેન, ક્રૂઝ, રિવર રાફ્ટિંગ, એકતા મોલ, બટર ફ્લાય ગાર્ડ, એકતા મોલ, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, સહિતના અનેક પ્રકલ્પોને ખુલ્લા મુકવામાં આવ્યા છે. 


ગુજરાતની પ્રજાને Sea Plane ની નહિ પરંતુ She Plan ની જરુર છે:આપ

જો કે ગુજરાતી તરીકે સ્વાભાવિક જ ફરવા તો જઇએ પરંતુ ખર્ચ કેટલો થશે તેવો સવાલ થાય જ. જેને ધ્યાને રાખીને અમે તમામ સુવિધાઓની લઘુત્તમ ટિકિટને આધારે એક પેકેજ તૈયાર કર્યું છે. જેનાથી તમને અંદાજ મળી શકે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એક ફેરો તમને કેટલામાં પ્રતિ વ્યક્તિ પડશે. આમાં પ્રાથમિક રીતે અલગ અલગ પ્રોજેક્ટની માત્ર એન્ટ્રી ફી ગણીએ તો 2900 રૂપિયાની આસપાસ થાય છે. જ્યારે બાળકો પ્રતિ બાળક 2500 રૂપિયાની આસપાસ માત્ર ટિકિટનો જ ખર્ત થશે. આ ઉપરાંત ત્યાં રોકાણ માટે અલગ અલગ સ્થળ અને અલગ અલગ સુવિધાના આધારે તથા ચા પાણી અને અન્ય ખર્ચાઓ અલગ થશે. 


વિશેષ માહિતી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અધિકારીક વેબસાઇટ https://statueofunity.in/ ની મુલાકાત પણ લઇ શકો છો



સ્થળ વયસ્ક ટિકિટ બાળક
સ્ટેચ્યુ ઓફ યુનિટી (એન્ટ્રી ફી) 150 90
સ્ટેેચ્યુ ઓફ યુનિટી (વ્યુઇંગ ગેલેરી) 380 230
જંગલ સફારી 200 125
એકતા ક્રુઝ 200 200
રિવર રાફ્ટિંગ 1000 1000
બટર ફ્લાય ગાર્ડન 60 40
કેક્ટસ ગાર્ડન 60 40
એક્તા નર્સરી 30 20
વિશ્વ વન 30 20
ઇકો બસ 300 250
સરદાર સરોવર બોટિંગ 290 290
આરોગ્ય વન 30 20
ગોલ્ફ કાર્ટ 50 50
ચિલ્ડ્રન પાર્ક 200 125
કુલ 2980 2500