આજે અખાત્રીજે સોનું ખરીદવાનો છે પ્લાન? જાણો આજનો લેટેસ્ટ ભાવ
આજે આ દિવસે લોકો મોટાપાયે સોના અને ચાંદીની ખરીદી કરે છે
અમદાવાદ : આજે અખાત્રીજનો શુભ દિવસ છે. આજે સોનું-ચાંદી ખરીદવા માટે ઉત્તમ સમય છે. આજે આ દિવસે લોકો મોટાપાયે સોના અને ચાંદીની ખરીદી કરે છે. જો આજે તમારો સોનું ખરીદવાનો પ્લાન હોય તો અમદાવાદમાં એનો ભાવ રૂ. 32,190 પ્રતિ 10 ગ્રામ છે.
વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજીની ઉજવણી અખાત્રીજ તરીકે કરવામાં આવે છે. આ તિથિને હિંદુ પંચાગમાં સૌથી શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે કોઈપણ શુભ કામ કરી શકાય છે. આ દિવસે કરેલા શુભ કામનો ક્યારેય ક્ષય નથી થતો અને આ કારણે જ એને અખાત્રીજ કહેવાય છે. આ દિવસે જ ભગવાન પરશુરામનો જન્મદિવસ ઉજવવામાં આવે એ એટલે એને પરશુરામ ત્રીજ પણ કહેવાય છે. માનવામાં આવે છે કે આ દિવસે લગ્ન કરનારનું સૌભાગ્ય અખંડ રહે છે.
યશ ચોપડાના ઘરમાં રહેતી હતી આ હિરોઇન, 16 વર્ષે બની હતી મિસ ઇન્ડિયા
અખાત્રીજના દિવસે સોનું ખરીદવાની પરંપરા છે. માનવામાં આવે છે કે આ દિવસે સોનું ખરીદવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. જોકે કોઈ કારણોસર તમે સોનું ન ખરીદી શકો તો દાન જરૂર કરો કારણ કે દાનનું પણ ખાસ મહત્વ છે. દાન કરવાથી તમારો આવનારો સમય સારો હશે. અખાત્રીજના દિવસે પૂજા કરવાનું શુભ મૂહુર્ત સવારે 05:56 મિનિટથી માંડીને બપોરના 12:20 સુધી છે. જો ખરીદી કરવી હોય તો સવારે 5:56થી માંડીને અડધી રાત સુધી ખરીદી કરી શકાય છે.