સમાજને શર્મસાર કરતો કિસ્સો! 39 વર્ષીય અપરણિત ઢગાએ 6 વર્ષની બાળકી સાથે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ગોંડલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા તુષાર બાબુભાઈ સરવૈયા નામના 39 વર્ષીય ઢગાએ તેના પાડોશમાં રેતી શ્રમિક પરિવારની 6 વર્ષની દીકરી જ્યારે તેના ઘરે હતી, ત્યારે તેની માતા બપોરના સમયે સુઈ રહી હતી.
ઝી બ્યુરો/ગોંડલ: રાજ્યમાં બાળકીઓ અને મહિલાઓ હવે અસુરક્ષિત જણાઈ રહી છે. ગોંડલ પંથકમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 6 વર્ષની દીકરી સાથે પાડોશમાં રહેતા 39 વર્ષીય અપરણિત ઢગાએ બાળકીને બિસ્કીટ લઈ દેવાની લાલચ આપી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ચકચાર મચી જવા પામી છે. બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપી સામે ગુનો નોંધી તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. બાળકીની માતા સૂતી હતી ત્યારે પાડોશી શખ્સે બિસ્કિટ લઈ દેવાની લાલચ આપી જધન્ય કૃત્ય આચર્યું હતું.
સિલ્ક્યારા ટનલમાંથી બહાર આવેલા કામદારોના ઘરો થશે પ્રકાશિત, આ કંપનીની મોટી જાહેરાત
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા તુષાર બાબુભાઈ સરવૈયા નામના 39 વર્ષીય ઢગાએ તેના પાડોશમાં રેતી શ્રમિક પરિવારની 6 વર્ષની દીકરી જ્યારે તેના ઘરે હતી, ત્યારે તેની માતા બપોરના સમયે સુઈ રહી હતી, ત્યારે આરોપીએ છ વર્ષની બાળકીને બિસ્કીટ લઈ દેવાની લાલચ આપી તેના ઘરમાં જ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્યું હતું. જ્યારે માતાની નીંદર ઉડી જતા તેને ઢગાને જધન્ય કૃત્ય કરતા જોઈ જતા દેકારો મચાવી દીધો હતો. જેના કારણે આસપાસના લોકો દોડી આવતા આરોપી તુષાર બાબુ સરવૈયાને પકડી લીધો હતો.
દિવાળીમાં અંબાજી મંદિરની તિજોરી છલકાઈ! કરોડો રૂપિયાનું સોનું-ચાંદી અને રોકડનું દાન
બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી આરોપી તુષાર બાબુ સરવૈયાની સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. આ બનાવ મામલે બી ડિવિઝન પોલીસના પીઆઇ જે.પી.ગોસાઈ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
Exit Poll Results:છત્તીસગઢમાં કોની બનશે સરકાર? એક્ઝિટ પોલના આંકડાએ કર્યા આશ્ચર્યચકિત