રાજકોટ :ગુજરાતમા હવે કેવા દિવસો આવી ગયા છે, કે મહિલાઓ ઘરમાં પણ સુરક્ષિત નથી. ક્યારેક પિતા, ક્યારેક પિતરાઈ ભાઈ તો ક્યારેક પરિવારના કોઈ સદસ્યો દ્વારા બહેન-દીકરીઓ પીડાઈ રહી છે. હેવાનિયતની હદ વટાવે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કિશોરીની તેના મોટા બાપુએ જ હવસનો શિકાર બની છે. કિશોરીએ બાળકને જન્મ આપતા મોટા બાપાનું કૌભાંડ ખૂલ્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશની સગીરા બે દિવસ પહેલા ગોંડલ તાલુકાના હડમતાળા ગામે રહેતા તેના કાકા-કાકી પાસે મજૂરી કામે આવી હતી. તેને એકાએક પેટમાં દુખાવો ઉપડ્યો હતો, જેથી તેની હોસ્પિટલમા ખસેડાઈ હતી. જ્યા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં એક 15 વર્ષની કિશોરીએ બાળકીને જન્મ આપ્યો હતો. આ વાતથી પોલીસે તપાસ કરતા તેણે જણાવ્યુ કે, મધ્ય પ્રદેશમાં તેના કાકાએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. 


આ પણ વાંચો : Breaking : PM મોદીએ વડોદરાનો રોડ શો રદ કર્યો, આ છે કારણ


તરુણીએ પોલીસને જણાવ્યુ કે, તેના પિતાનુ સાત વર્ષ પહેલા નિધન થયુ હતુ. તેમજ તેની માતા બીજા પુરુષ સાથે ભાગી ગઈ હતી, અને લગ્ન કર્યા હતા. તેથી તે તેના ભાઈ અને દાદા-દાદી સાથે રહેતી હતી. આ દરમિયાન તેના મોટા કાકાએ તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું. જેથી તે ગર્ભવતી બની હતી. 


તરુણીની આપવીતી સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેથી પોલીસ મોટા કાકાની ધરપકડ કરીને તેને જેલભેગો કર્યો હતો. હાલ, તરુણીને હડમતાળા ગામે તેના બીજા કાકા-કાકી સંભાળી રહ્યાં છે. તેઓએ નવજાતનુ ધ્યાન રાખવાની પણ જવાબદારી લીધી.