Jawan Return From Army જયેશ ભોજાણી/ગોંડલ : ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો દરેક સૈનિક દેશની રક્ષા માટે સેવા બજાવે છે. આ સૈનિક બોર્ડર પર હોય કે ગમે ત્યાં હોય ગર્વ અનુભવતો હોય છે. ત્યારે ગોંડલમાં 17 વર્ષની આર્મીની ફરજ અલગ અલગ રાજ્યોમાં અને બોર્ડર પર ફરજ બજાવીને પરત આવેલા રિટાયર્ડ આર્મીમેન કલ્પેશભાઈ ગોપાલભાઈ વાઘેલાનું ભવ્ય સ્વાગત અને સન્માન કરાયુ હતું. ગોંડલ ખાતે તેઓ જબલપુર એક્સપ્રેસ ટ્રેન દ્વારા ગોંડલ રેલવે સ્ટેશને આવી પહોચ્યા, ત્યારે વાઘેલા પરિવાર તથા મોટી સંખ્યામા મિત્રજનો તેમના સ્વાગત માટે આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલ્પેશભાઈ ગોપાલભાઈ વાઘેલા મૂળ ઘોઘાવદર અને હાલ ગોંડલમાં રહે છે. કલ્પેશભાઈએ આર્મીમાં 17 વર્ષની ફરજ બજાવી કુલ 6 મેડલો જીત્યા છે. ફરજ દરમિયાન તેમણે નાસિક (મહારાષ્ટ્ર), અંબાલા (પંજાબ), પઠાણકોટ (પંજાબ), ગોપાલપુર (ઓરિસ્સા), શ્રીનગર, દિલ્હી, મુંબઈ વગેરે રાજ્યોમાં ફરજ બજાવી હતી. જે દરમિયાન શ્રીનગરમાં 2017 થી 2019 દરમિયાન બે આર્મી ઓપરેશન (ઓપરેશન રક્ષક તથા ઓપરેશન વિજય) પાર પાડ્યા હતા. માઇનસ 10 ડિગ્રીમાં ઓપરેશન પાર પાડવા બદલ પણ બે મેડલ મેળવ્યા હતા. આમ કુલ તેઓએ કઠિન પરિસ્થિતિમાં ફરજો બજાવીને 6 મેડલ તથા એક કૉમેન્ડેશન કાર્ડ પ્રાપ્ત કર્યા છે.


[[{"fid":"424881","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"gondal_army_man_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"gondal_army_man_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"gondal_army_man_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"gondal_army_man_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"gondal_army_man_zee2.jpg","title":"gondal_army_man_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


આજે તેઓ 17 વર્ષ આર્મીમાં સેવા બજાવીને રિટાયર્ડ થયા હતા. ત્યારે ગોંડલ રેલવે સ્ટેશને તેમનું ભવ્ય સ્વાગત કરાયુ હતુ. ડીજેના તાલે તેમને આવકારવામા આવ્યા હતા. કુટુંબીજનો, મિત્રમંડળ તથા બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળના સભ્યોએ તેમને આવકાર્યા હતા. સ્ટેશનથી નિવાસસ્થાન સુધી ડીજેના તાલે લઈ જવાયા હતા.