Gondal Farmers Tension On Unseasonal Rain જયેશ ભોજાણી/ગોંડલ : કુદરત રૂઠે ત્યાં કોને કરવી ફરિયાદ આ શબ્દો ગોંડલ તાલુકાના પાંચિયાવદર ગામના ખેડૂતોના છે. જ્યાં ગઈ કાલે સાંજે વાતાવરણમાં પલટો આવતા અડધાથી પોણા ઈંચ જેવો કરા સાથે વરસાદ આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના પાકો પર પાણી ફરી વળ્યું હતું.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગોંડલ શહેર પંથકમાં રવિવાર સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તાલુકાના બીલીયાળા, રીબડા, અનિડા, ભુણાવા,પાંચિયાવાદર, પેટ ખીલોરી સહિતના ગામમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. પાંચિયાવાદર અને ડૈયા ગામમાં બરફના કરાનો વરસાદ પડ્યો હતો. 


રવિ પાકો ધાણા, ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગળી સહિતના પાકોમાં નુકસાન 
કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી ચણા, ઘઉં, ધાણા, લસન, ડુંગળી, જીરૂ, સહિતના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગોંડલ અને કોટડા સાંગાણી પંથકના ખેડૂતને મોટું નુકસાનની ભીતિ જોવા મળી હતી. પાંચિયાવદર માં 2500 થી 3000 વીઘામાં ખેડૂતના પાકોમાં વરસાદી માવઠાથી લાખોનું નુકસાનની ભીતિ જોવાઈ રહી છે તેવું પાંચિયાવદરના ઉપસરપંચ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું. 


આ પણ વાંચો : 


ઝુકેગા નહિ સાલા : જેલવાસ બાદ રાણાનો વટ પડ્યો, દેવાયત ખવડના ડાયરામાં રૂપિયાનો વરસાદ


ખેડૂતના પાક વળતર અને ટેકાના ભાવે ખરીદીની માંગ 
ખેડૂત પ્રવીણભાઈ જીયાણીએ જણાવ્યું, ગોંડલ પંથકના ખેડૂતોના વિવિધ પાકો પર બરફના કરાનો વરસાદ વરસતા ખેડુતની મહા મહેનતે તૈયાર કરાયેલ પાકો જેવા કે ધાણા, ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગળી સહિત ના પાકોમાં ભેજ તેમજ નુકશાની ની ભીતિ જોવા મળી હતી જેથી ખેડૂતને સરકાર પાક વળતર અને ટેકાના ભાવે ખરીદી કરે માંગ કરી હતી. 


ગોંડલ યાર્ડમાં જણસી આવકો બંધ કરવામાં આવી
હવામાન વિભાગની આગાહીના પગલે ગોંડલ માર્કેટયાર્ડ મરચાં, ધાણા સહિતના પાકોની આવક બંધ કરવામાં આવી. વરસાદી વાતાવરણ હોવાથી બીજી આવક માટેની જાહેરાત ન થાય ત્યાં સુધી હાલ આવક બંધ કરવામાં આવી છે. 


આ પણ વાંચો : 


ગુજરાત હાઈકોર્ટનો ઊંઝાના કાઉન્સિલરને ગેરલાયક ઠેરવવાના કેસમાં મહત્વનો ચુકાદો