ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની એટલી આવક થઈ કે નવી એન્ટ્રી બંધ કરાઈ, વાહનોની 10 કી.મી લાંબી કતારો લાગી
Gondal Market Yard : રવિવારે સવારે મરચાની આવક શરૂ કરવામાં આવતા યાર્ડની બહાર બંને બાજુ આશરે મરચાં ભરેલા 1700 થી 1800 વાહનો સાથે 10 થી 15 કિ.મી. લાંબી લાઈનો જોવા મળી
Gondal News જયેશ ભોજાણી/ગોંડલ : મરચા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ચટાકેદાર મરચાની અઢળક આવક થઈ છે. યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આવકની જાહેરાત કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો મરચાની જણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 85 હજાર ભારી મરચાની આવક નોંધાઈ છે.
યાર્ડની બહાર 10 કી.મી લાંબી વાહનોની લાઈનો લાગી
ગોંડલ માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાંની આવકની જાહેરાત કરાતા શનિવાર સાંજથી સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ગયા હતા અને રવિવારે સવારે મરચાની આવક શરૂ કરવામાં આવતા યાર્ડની બહાર બંને બાજુ આશરે મરચાં ભરેલા 1700 થી 1800 વાહનો સાથે 10 થી 15 કિ.મી. લાંબી લાઈનો જોવા મળી હતી. ગોંડલ તાલુકામાંથી 3 થી 4 ખેડૂતો બળદ ગાડામાં મરચાની જણસી લઈને પહોંચ્યા હતા. ત્યારે મરચાની અઢળક આવકને કારણે માર્કેટ યાર્ડ મરચાંથી ઉભરાઈ ગયું છે. આ સાથે મરચાનું ગ્રાઉન્ડ ટુંકું પડ્યું હતુ. અને ડુંગળીના ગ્રાઉન્ડમાં મરચાની જણસી ઉતારવાની ફરજ પડી હતી. યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાંની આવકને લઈને બીજી કોઈ જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી મરચાની જણસી આવક સદંતર બંધ કરવામાં આવી છે. આજ રોજ હરાજીમાં મરચાના 20 કિલો મરચાના ભાવ રૂપિયા 1000/- થી 3300/- સુધીના બોલાયા હતા.
હાર્ટ એટેકથી દક્ષિણ ગુજરાતમાં મોતનું તાંડવ : સુરતમાં 3 યુવકો ચાલુ કામમાં ઢળી પડ્યા
સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મરચા લઈને પોહચ્યા હતા
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, મોરબી, પોરબંદર સહિતના જિલ્લાઓ માંથી ખેડૂતો પોતાની જણસી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સમગ્ર ભારતભરમાં ગોંડલના લાલ ચટ્ટાક મરચાંથી વખણાય છે. જેને લઈને રાજસ્થાન, યુ.પી., એમ.પી., મહારાષ્ટ્ર સહિતના રાજ્ય માંથી વેપારીઓ મરચાની ખરીદી માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.
અટલ બ્રિજથી અમદાવાદ કોર્પોરેશનને મોટી આવક થઈ, છલકાઈ AMC ની તિજોરી
મરચાના ભાવમાં ધરઘમ ઘટાડો નોંધાયો
ગોંડલનું મરચું સમગ્ર ભારત વખણાય છે. ગૃહિણીઓની પણ ગોંડલનું ચટ્ટાકેદાર મરચાંને પ્રથમ પસંદગી આપતા હોય છે. ત્યારે આ વર્ષે ગોંડલ પંથકમાં મરચાના વાવેતરનો વ્યાપ વધ્યાની સાથે મરચાનું બમ્પર ઉત્પાદન જોવા મળ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અઢળક આવક વચ્ચે મરચાના ભાવ પર નજર કરીએ તો મરચાની સિઝનના પ્રારંભ સાથે મરચાના 20 કિલોના ભાવ રૂપિયા 5500/-બોલાયા હતા. બાદમાં યાર્ડમાં મરચાની આવકો વધતા બજાર ગગડતી જોવા મળી હતી. સિઝનની શરૂઆત પછી ગબડતા બજાર વચ્ચે રૂપિયા 2000/-/- નું ગાબડું પડ્યું હતું. યાર્ડના સત્તાધીશોના જણાવ્યા મુજબ મરચાની બજાર ગબડી જવાનું મુખ્ય કારણ અન્ય રાજ્યોમાં મરચાની માંગ ઓછી હોવાના કારણે મરચાની બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
બુલેટ ટ્રેનના કામમાં અમદાવાદમાં લાગી બ્રેક : આવી મોટી અડચણ, મેગા બ્લોક માંગ્યો