ઝી બ્યુરો/જૂનાગઢ: જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવાનને અપહરણ કરીને માર મારવાના કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશની ધરપકડ કરવામાં આવી છે. ગણેશ સહિતના આરોપી સામે કલમ 307, એટ્રોસિટી અને રાયોટિંગ સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં 7 દિવસ વરસાદને લઈને મોટી આગાહી, જાણો કઈ તારીખે ક્યા તૂટી પડશે વરસાદ?


સાથે બે મોબાઈલ અને બે કાર કબ્જે કરાઈ છે. આ કેસમાં અગાઉ ચાર આરોપી ઝડપાયા હતા. સંજય સોલંકીને માર માર્યા પછી ગુનો દાખલ થયો છતાં ગણેશનો કોઈ પસ્તાવો નથી. ગણેશ ગોંડલ પોલીસ સંકજામાં હસતો જોવા મળ્યો હતો. 


NDA સરકાર: ગુજરાતમાંથી કોણ થશે IN, કોણ થશે OUT? આ નેતાઓના તો નસીબ ખરાબ


આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને માર મારી અપહરણના મામલે પોલીસે ગોંડલ સ્થિત ભાજપના આગેવાન જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ગઈ કાલ રાતે ધરપકડ કરી હતી. કોટડા સાંગાણી પાસેથી અન્ય 7 ઈસમોની સાથે ગણેશની ધરપકડ કરાઈ ધરપકડ હતી. પોલીસે ઝડપાયેલ ઈસમો પાસેથી કુલ 2 મોબાઈલ કબ્જે ઉપરાંત બ્લેક ટોયોટો અને થાર કબ્જે કરી હતી. 


ઓ ભાઈ જરા દેખ કે ચલો! આ હોસ્પિટલમાં ફિલ્મી દ્રશ્યો, વોર્ડમાં રિક્ષા ઘૂસતા દોડધામ


આ બાબતે પોલીસ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી કે સંજય સોલંકીનો ન્યુડ વિડીયો ઉતાર્યાની બાબત ઝડપાયેલ ઈસમો હાલ ના પાડી રહ્યા છે. વધુ પૂછપરછ હાલ તમામની ધરાઈ છે. જરૂર પડ્યે મોબાઈલ FSL માં મોકલવામાં આવશે તે વાત પણ પોલીસ દ્વારા જણાવાઈ હતી.


Jio નો ધડાકો! આખું વર્ષ દરરોજ 2GB ડેટા અનલિમિટેડ Calling સહિત મળશે મફતમાં આ સુવિધા


મહત્વનું છે કે આ મામલે પૂર્વે 3 ઈસમોને જસદણથી ઝડપી પાડેલ હતા. હાલ તમામ 11 ઈસમોની ધપકડ કરાયેલ છે. આ મામલે પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સંજય સોલંકી જૂનાગઢ NSUI પ્રમુખનો હોદ્દો પણ ધરાવે છે.