જયેશ ભોજાણી, સૌરાષ્ટ્ર: સૌરાષ્ટ્ર (Saurashtra) નું સૌથી મોટું ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard) માંથી ડુંગરીની નિકાસ માટે ઇતિહાસમાં પ્રથમ વખત ટ્રેન મારફતે ડુંગળી (Onion) રવાના કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર (Saurashtra) માં ગત વર્ષે સારા વરસાદ (Rain) ને લઈ ખેડૂતોને મબલખ પાક ઉત્પાદન થયું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોંડલ (Gondal) યાર્ડમાં દરરોજ વિવિધ જણસીઓની પુષ્કળ આવકો જોવા મળે છે. હાલ ડુંગરી, ચણા, ધાણા સહિતના પાકોની આવક થવા પામી છે. ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખત ટ્રેન મારફતે ડુંગળી બિહાર તરફ રવાના કરવા માટે 21 બોગી એટલે કે અંદાજે 1 હજાર ટન માલ રવાના કરવામાં આવ્યો છે. 

આ છે રંગીલું રાજકોટ: ફ્રેન્ડ બનવાનું કહી મહિલાએ એકાંત માણવા બોલાવ્યો અને...


ગોંડલ (Gondal) ની કેવિન ટ્રેડિંગ કંપની દ્વારાશ્રી લક્ષ્મી ટ્રેડર્સ બિહારને આ માલ મોકલવામાં આવી રહ્યો છે. હેન્ડલિંગ માંટે સતિષભાઈ શીંગાળા, ગિરિરાજ જાડેજા પ્રથમ વખત ટ્રેન  મારફતે ડુંગળી રવાના કરવામાં આવી રહી છે.


માર્કેટ યાર્ડ (Market Yard) ના ચેરમેન ગોપાલભાઈ શીંગાળાએ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટ યાર્ડમાં હાલ મરચાં, ધાણા મસાલાની સીઝન હોઈ માલની પુષ્કળ આવકો છે. વિવિધ પાકોમાં ડુંગરી પણ આવે છે. ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખત ટ્રેન મારફતે ડુંગળીના માલને બિહાર રવાના કરવામાં આવી રહી છે. 

Whatsapp માં જોઈ શકાશે Instagram Reels, જાણો શું છે નવા ફીચરના ફાયદા


ખેડૂતો અને વેપારી કોઈ અગવડતા પડતી હશે તો તેના માટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા રેલવે વિભાગ ને રજુઆત કરવામાં આવશે. આ તકે માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા,વા.ચેરમેન કનકસિંહ જાડેજા,યુવા અગ્રણી ગણેશસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube