જયેશ ભોજાણી/ગોંડલ: સૌરાષ્ટ્ર ગુજરાતનું પ્રખ્યાત છે ગોંડળીયું મરચું અને આ ગોંડલીયા મરચાની તીખાશ આ વખતે લોકોને ખિસ્સામાં પણ લાગશે. કેમકે ગત વર્ષ કરતા આ વર્ષે મરચાંના ભાવમાં પણ જંગી વધારો થતાં મોંઘવારીમાં વધુ એક ડામ લોકોને લાગશે તેમ લાગી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ ગોંડલમાં માર્કેટિંગ યાર્ડમાં લાલ ચટાક મરચાની આવકની નોંધાઈ છે. સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 45 હજાર ભારીની આવક નોંધાઈ છે. યાર્ડની બહાર બંને બાજુ 2000થી વધુ વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી કતાર લાગી જવા પામી હતી. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. 


પાટીલે મોટો ખેલ પાડ્યો: AMULમાંથી ભાજપના જ રામસિંહ પરમાર હવે ગયા, કોંગ્રેસને પણ ઝટકો


સમગ્ર ગુજરાતમાં ગોંડલના તીખા મરચાને  લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાસને લઈને  ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. જોકે આ વખતે આ મરચાની તીખાશ લોકોના ખિસ્સાને પણ લાગવાની છે. કેમ કે આ વખતે ગોંડલીયા મરચાના ભાવમાં મોટો વધારો થયો છે. એક મળે આશરે 1500થી 2000 રૂપિયા સુધીનો ભાવ વધારો ખેડૂતોને મળી રહ્યો છે. એક તરફ મરચાનો ભાવ વધારો લોકોની ચિંતા વધારી રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોને ખુશી અપાવી રહ્યો છે. ગયા વર્ષે 20 કિલો મરચાના ભાવ 2500થી 3000 રૂપિયા સુધી મળતા હતા, જ્યારે આ વર્ષે 20 કિલો મરચાના ભાવ 4000 થી 5000 રૂપિયા સુધી મળી રહ્યા છે. 


બેંકમાં બમ્પર વેકેન્સી: 63,000 રૂપિયા મળશે પગાર, પરંતુ આ રીતે કરવી પડશે અરજી


ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, આ વખતે મરચાના સારા ભાવ મળવા પાછળનું કારણ એ પણ છે કે ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થયું છે તેમજ પ્રમાણમાં ઉત્પાદન ઓછું છે જેથી આ મરચાંના ભાવ મળી રહ્યા છે. હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની પુષ્કળ આવક થઈ છે. 


દોડો..દોડો...આ મહિલાઓને વિના વ્યાજે મળે છે લોન, ઇચ્છા હોય તો ચૂકવો નહીંતર કંઇ નહી


ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે. જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું, રેવા, 702, સિજેન્ટા, ઓજસ અને દેશી મરચાં સહિતની વિવિધ વેરાયટીના મરચાનું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે. તો ગોંડલમાં રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ સહિતના રાજ્યોમાંથી વેપારીઓ પણ અહીંયા મરચાની ખરીદી કરવા માટે આવતા હોય છે.