દિવાળી પહેલા ગુજરાત પોલીસ માટે ફરી ખુશીના મસાચાર, 518 ASIને PSI તરીકે પ્રમોશન, જુઓ યાદી
દિવાળી પહેલા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 518 આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (ASI)ને મોટી ભેટ મળી છે. રાજ્ય સરકારે 518 પોલીસ કર્મીઓને ASIને PSI તરીકે બઢતી આપી છે.
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં પોલીસ ખાતાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગે દિવાળી ટાણે પોલીસ ખાતા માટે શુભ સમાચાર આપ્યા છે જે અંતર્ગત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની દિવાળી સુધારી છે, દિવાળી પહેલા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 518 આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (ASI)ને મોટી ભેટ મળી છે. રાજ્ય સરકારે 518 પોલીસ કર્મીઓને ASIને PSI તરીકે બઢતી આપી છે. આ અગાઉ રાજ્યમાં ASIને હંગામી બઢતી આપવામાં આવી હતી, બઢતી પામેલા ASIને ગૃહ વિભાગ દ્વારા PSI તરીકે પ્રમૉટ કર્યા હતા.
રાજ્ય સરકારે આ 518 પોલીસ કર્મીઓને ASIને PSI તરીકે બઢતી આપી
રાજ્ય સરકાર દ્વારા 538 જેટલા જુનિયર કક્ષાના ASIને PSI તરીકે હંગામી બઢતી આપવામાં આવી હતી. આ નિર્ણયથી રાજ્યમાં PSIની ઘટ્ટ ઓછી થઇ શકે છે. લાંબા સમયથી આ 538 જેટલા ASI બઢતીની રાહ જોઈ રહ્યા હતા જેની આતુરતાનો આજે ગૃહ વિભાગ જાહેરતા કરી અંત કર્યો છે અને તમામને હંગામી બઢતી મળી છે.