મુસ્તાક દલ/અમદાવાદ: ગુજરાતમાં હાલ કોરોનાના વાયરસ સતત વધી રહ્યા છે. એક દિવસ રાહતનાં સમાચાર આવ્યા બાદ ફરીથી આજે અચાનક 7 કેસ નોંધાયા હતા. જેના કારણે ગુજરાતમાં કુલ 95 કેસ નોંધાયા છે. અમદાવાદમાં જ એક જ દિવસમાં આટલા બધા કેસ દાખલ થતા કોંગ્રેસ તંત્ર દોડતું થયું છે. તેવામાં ગુજરાત સરકાર માટે વધારે એક રાહતના સમાચાર છે. જામનગરની લેબમાં તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોરબંદર જિલ્લાનાં તમામ 14 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેના પગલે તંત્રને હાશકારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાબરકાંઠામાં ખેતરમાં વિજલાઇન તુટી પડતા ઉભા પાકમાં લાગી આગ અને જોત જોતામાં...


પોરબંદર જિલ્લાના તમામ 14 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત દ્વારકા જિલ્લાનો 1 રિપોર્ટ પણ નેગેટીવ આવ્યો છે. જેના કારણે એક પ્રકારે તંત્રને હાશકારો લખ્યો છે. જામનગરની લેબમાં આજે 15 સેમ્પલ ટેસ્ટિંગમાં તમામ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. પોરબંદરના 14 શંકાસ્પદ દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. દેવભુમિ દ્વારકા જિલ્લાનું પણ 1 સેમ્પલ પણ નેગેટિવ આવ્યું છે. જેના પગલે સરકાર સહિતનાં તંત્રને હાશકારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના કેસ કાબુમાં રહે તે માટે તંત્ર દ્વારા ભરપુર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube