GPSC 2025: ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં ઉમેદવારો સરકારી ભરતી ખાસ કરીને જીપીએસની પરીક્ષાની રાહ જોતા હોય છે. ત્યારે GPSC દ્વારા વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જીપીએસસી દ્વારા વિવિધ પરીક્ષાઓ ક્યારે યોજાશે તેનું સંપૂર્ણ કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. વર્ષ 2025માં યોજાનારી તમામ ભરતી માટે જીપીએસસી દ્વારા આ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1751 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
માહિતી અનુસાર આજે (29 જાન્યુઆરી 2025) ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભરતી પરીક્ષાનું કેલેન્ડર જાહેર કર્યું છે. આ વર્ષે 1751 જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે. વિવિધ વિભાગોની વર્ગ 1 અને વર્ગ 2 ની જગ્યાઓની ભરતીનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.


સરકારી નોકરીની તૈયારી કરતા ઉમદવારો માટે સારા સમાચાર આવ્યા છે. GPSC દ્વારા વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જૂન મહિનાની વાત કરીએ તો જુદા-જુદા 17 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. તેવી રીતે જુલાઈ મહિનાની વાત કરીએ તો જુદા-જુદા 19 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. ઓગષ્ટ મહિનામાં જુદા જુદા 9 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. આ રીતે સપ્ટેમ્બર મહિનામાં જુદા જુદા 11 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. ઓક્ટોબર મહિનામાં જુદા જુદા 8 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. નવેમ્બર મહિનામાં જુદા જુદા 10 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. ડિસેમ્બર મહિનામાં જુદા જુદા 5 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે.


જાણો ગુજરાતમાં ક્યારે કઈ પરીક્ષા લેવાશે?






 


GPSCએ દોઢ હજારથી વધારી જગ્યાઓની ભરતી માટેનું કેલેન્ડર જાહેર કર્યું છે. વધુ માહિતી માટે ઉમેદવારોએ આયોગની વેબસાઈટ  https://gpsc.gujarat.gov.in/ પર અથવા તો આયોગનાં સત્તાવાર ટ્વિટર હેન્ડલ GPSC OFFICIALને ફોલો કરવાની સલાહ આયોગ દ્વારા આપવામાં આવી છે.